ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે દ્વારા પાલજ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી
આજ રોજ ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા ૩૫-ગાંધીનગર દક્ષિણ વિસ્તારના પાલજ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં હાજર તમામ બી.એલ.ઓ.ની કામગીરી બાબતે તેમણે સમીક્ષા કરવા સાથે, મતદાન મથક પર આવેલા મતદારો સાથે પણ સંવાદ કર્યો હતો.આ તકે કલેકટરશ્રી દ્વારા ઉપસ્થિતોને ગણતરી ફોર્મ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તમામ બી.એલ.ઓ. દ્વારા હાલ ચાલી રહેલ SIR ની કામગીરી ખુબ જ સારી રીતે કરી રહ્યા હોય, કલેક્ટરશ્રી દ્વારા તેમની કામગીરી બિરદાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,આજની આ મુલાકાતમાં મતદાર નોંધણી અધિકારીશ્રી યોગરાજસિંહ જાડેજા, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી મલય ભુવા તથા સેકટર ઓફીસરશ્રી હાજર રહ્યા હતા.

