ahemdabadગુજરાતરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ભારત એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધશે: અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેની ભારતે જીતેલ પ્રતિષ્ઠિત બીડ બદલ દેશ તેમજ ગુજરાતના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ તબક્કે શ્રી શાહે કહ્યું હતું કે આ જીત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્રમાં પરિવર્તિત કરવાના વિઝનનો પુરાવો છે. પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ સમગ્ર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખાનો વિકાસ કર્યો છે. કાર્યક્ષમ, કટિબદ્ધ અને કર્મશીલ પ્રશાસન તેમજ વહીવટી સુગમતા દ્વારા રાષ્ટ્રની ક્ષમતાઓને વધારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે ગુજરાતે પોતાની દાવેદારી નોંધાવી હતી. આ અનુસંધાનમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આજે (26 નવેમ્બર)ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોએ અમદાવાદના નામ પર મહોર મારી છે. આ ભારતની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગેની જીત મેળવ્યા બાદ ભારત એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધશે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું. 2030 માં અમદાવાદ ખાતે યોજાનાર આ કોમનવેલ્થ ગેમ્સમાં 56 જેટલા દેશોની 70 જેટલી ટીમો ભાગ લેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *