ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા ખેતીવાડી કચેરીની ખેડૂતોને ખાસ ભલામણ

જિલ્લા ખેતીવાડી કચેરી ગાંધીનગર દ્વારા પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં અંતર્ગત પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેઅને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.

– રોગમુક્ત બિયારણ પસંદ કરવું,
– પાકની જુવાર અથવા બાજરી પાક સાથે ફેરબદલી કરવી.
– લીલી ઇયળ બહુભોજી હોવાથી શૈયા- પાળાનાં નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નિંદણનો નાશ કરવો.
– ચણાના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ધાણા, રાઈનું આંતર પાક તરીકે વાવેતર કરવું.
– ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું.
– મૂળનોકોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો.
– સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડમાં વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ (૨-૧૦° સીએયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું.
– સ્ટેટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
– ચણામાં બીજ માવજત વખતેબીજને જૈવિકરોગ નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ – ૧% વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા. રાસાયણિક બીજ માવજત માટે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો ૩ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
(માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને આણંદ કૃષિ યુનિવર્સીટી)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *