રાજ્યના યુવાનો માટે સુવર્ણ તક, ગરૂવારથી રાજ્યવ્યાપી ભરતી મેળો
ગાંધીનગર :
રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં મોટા પાયે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના યુવાનો આ ભરતી મેળામાં મોટા પ્રમાણમાં ભાગ લે તેવી આશા છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ભરતી મેળો યોજાશે
ભરતી મેળાના માધ્યમથી ઘણા યુવાનોને રોજગારની તકોનું નિર્માણ કરવામાં આવે છે. આ ભરતી મેળામાં રાજ્યની નાની મોટી કંપનીઓ ભાગ લે છે અને યુવાનોની સીધી ભરતી કરવામાં આવે છે
રોજગાર ભરતી મેળો 15 દિવસ સુધી ચાલશે
આ ભરતીનો શુભારંભ આવતી કાલે(ગુરૂવાર) કરવામાં આવશે. આ મેળામાં સમગ્ર ગુજરાતના વિવિધ સ્થળોથી યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકે છે. ભરતી મેળો 15 દિવસ સુધી ચાલશે. ગુજરાત સરકાર દ્વારા આ ભરતી મેળા માટે ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા કરાયું આયોજન
સરકાર વધુમાં વધુ રોજગારની તકોને સર્જવા માટે મોટા પ્રમાણમાં લોકો ભરતી મેળામાં જોડાય તેના પુરા પ્રયત્નો કરી રહ્યા છે. આવતીકાલથી શરુ થઇ રહેલા ભરતી મેળાનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રુપાણી કરશે.
મુખ્યમંત્રી રોજગાર ભરતી મેળાની શરૂઆત કરાવશે
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે ભરતી મેળાનું શુભારંભ કરવામાં આવશે જ્યાં મુખ્યમંત્રી વિજય રુપાણી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને અહી રાજ્યના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.