હાઈપ્રોફાઈલ હનીટ્રેપ મામલો : મોબાઈલમાં 1 હજાર અશ્લિલ Video, હાર્ડડિસ્કમાં પૂર્વ રાજ્યપાલ, પૂર્વ મુખ્યમંત્રી, હાલના મંત્રી, પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, રાજનૈતિક પાર્ટી સંગઠનના મોટા નેતાઓના નામ. જાણો વધુુ વિગતો.
ભોપાલ :
મધ્યપ્રદેશમાં થયેલા હાઈપ્રોફાઈલ હનીટ્રેપ મામલાની જેમ જેમ પોલ ખુલી રહી છે તેમ તેમ ચોંકાવનારું રહસ્ય સામે આવી રહ્યું છે. ધરપકડ કરવામાં આવેલી યુવતીઓ પાસેથી પાંચ હાર્ડડિસ્ક મળી આવી છે, તેમાં પૂર્વ અને હાલના રાજ્ય સરકારના કેટલાક નેતાઓ મંત્રીઓના નામ છે. આ સાથે જ તેમની પાસેથી જે મોબાઈલ મળી આવ્યા તે અશ્લિલ વીડિયોથી ભરેલા હતા. આ વીડિયો મોટા નેતાઓથી ભરેલા હતા. આ વીડિયો મોટા નેતાઓ અને અધિકારીઓથી સંબંધિત છે. પોલીસ તમામ ઈલેક્ટ્રોનિક સામાનની ફોરેન્સિક તપાસ કરાવશે. પૂછતાછમાં બહાર આવ્યું કે, આરોપી યુવતીઓને નેતાઓ-અધિકારીઓ અને વ્યાપારીઓને મોંઘા બંગલા અને લક્ઝરી કાર પણ ગિફ્ટમાં આપી હતી. તો એનજીઓની આડમાં તેમને કરોડોનો ફાયદો પણ પહોંચાડવામાં આવ્યો.
કેટલાએ રાજનેતાઓના નામ આવ્યા સામે
હની ટ્રેપના મામલામાં ઈન્દોર પોલીસે બે યુવતીઓ અને ભોપાલ પોલીસે ત્રણ મહિલાઓ સાથે એક પુરૂષની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી પોલીસે 5 હાર્ડડિસ્ક જપ્ત કરી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો કેટલાએ સરકારી અધિકારીઓ અને રાજનેતાઓના નામ સામે આવ્યા, તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
5 હાર્ડડિસ્કમાં આ લોકોના નામ
હાર્ડડિસ્કમાં પૂર્વ રાજ્યપાલ, પૂર્વ મુખ્યમંત્રી, 2 હાલના મંત્રી, ત્રણ પૂર્વ મંત્રી, એક પૂર્વ સાંસદ, એક રાજનૈતિક પાર્ટી સંગઠનના મોટા નેતાઓના નામ છે. આ સાથે 5 આઈએએસ અધિકારી, ડીજી રેન્કના એક આઈપીએસ અધિકારી, એડીજી રેન્કના 2 અધિકારી, એડિશનલ એસપી રેન્કના બે અધિકારી, 3 સીએસપી રેન્કના અધિકારી, 10 મોટા બિલ્ડર અને કારોબારી, એક હાલના મંત્રીના ઓએસડી, એક ધારાસભ્ય, સાગરના એક નેતા, ઈન્દોરના એક નેતા સાથે હાલની સરકાર અને પૂર્વ સરકારના કેટલાએ નેતાઓના નામ છે.
કોઈ નહી બચે, તમામ સામે થશે કાર્યવાહી
પ્રદેશના ગૃહમંત્રી બાલા બચ્ચને હની ટ્રેપના પોલિટિકલ કનેક્શન પર કહ્યું કે, પોલીસ પૂરા મામલાની તપાસ કરી રહ્યા છે. દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આમાં ગમે તેવા દળના મોટા નેતા હોય, તમામ પર કાર્યવાહી કરવામાં આવશે કોઈનું પણ દબાણ નહી ચાલે.