ગુજરાત

ગુજરાતમાં 21 ઓક્ટોબરે ફક્ત 4 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે.

ગાંધીનગર :
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરે 4 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. જ્યારે 24મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં ખેરાલુ, અમરાઇવાડી, થરાદ અને લુણાવાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે રાધનપુર,બાયડ અને મોરવા હડફ બેઠકો પર જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો તે ત્રણ બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી.

4 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી પડી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ સાંસદ બનતા હસમુખ પટેલે અમરાઈવાડી બેઠક પરથી અને ભરતસિંહ ડાભીએ ખેરાલુ બેઠક પરથી જ્યારે થરાદ બેઠક પરથી પરબત પટેલે રાજીનામાં આપ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *