કલોલ ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા કિચન ગાર્ડનની તાલીમ અપાઈ
ગાંધીનગર તા.૨૦ ડિસેમ્બર –
કલોલ ખાતે તા.૧૩/૧૨/૨૦૨૫ના રોજ “અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ” સેન્ટરની એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં અધિકારીશ્રીઓએ કિચનગાર્ડનને લગતી આવશ્યક માહિતી આપી હતી. બાગાયત અધિકારી દ્વારા અર્બન હોર્ટિકલ્ચરની અન્ય યોજનાઓ વિશે વિગતો આપવામાં આવી હતી. મદદનીશ બાગાયત અધિકારી દ્વારા કિચન ગાર્ડન અંતર્ગત આવતા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે વિસ્તાર પૂર્વક સમજ આપી હતી. તાલીમમાં કિચન ગાર્ડન માટે જરૂરી બીજ અને પ્રાકૃતિક ખાતરો વિશે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
નાયબ બાગાયત અધિકારીશ્રી તેમજ કર્મજયોત ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે યોજાયેલ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટની તાલીમનો પચાસ લાભાર્થીઓને લાભ લીધો હતો. તાલીમના અંતે લાભાર્થીઓને કિચન ગાર્ડનની કીટ તેમજ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી વિમળાબેન સોલંકી તેમજ બાગાયત અધિકારી અને અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

