મેદસ્વિતાને કારણે ઘુંટણમાં થતાં દુખાવાને મટાડવા યોગ સાથે જોડાયેલા દિપ્તીબેન પટેલ આજે ઘણા બધા યોગ સાધકોના ટ્રેનર છે
દિપ્તીબેન આ અંગે વિગતે વાત કરતા જણાવે છે કે, વધુ પડતા ભજન અને સ્થૂળ શરીરના કારણે, ઘૂંટણના દુખાવા ની તેમને તકલીફ હતી. જેમાં ઘણા ઉપચાર કર્યા પછી પણ કોઈ જ ફર્ક પડતો ન હતો.પરંતુ તેઓ લગભગ વર્ષ ૨૦૧૪-૧૫માં યોગ તાલીમમાં પ્રથમ વખત જોડાયા, અને દિપ્તીબેન ને આ તાલીમ થી તેના સકારાત્મક પરિણામો મળવાની શરૂઆત થવા લાગી. યોગથી અતિશય મેદસ્વી શરીરમાં ફર્ક પડ્યો અને વજનના કારણે થયેલો ઘુંટણનો દુખાવો પણ મટવા લાગ્યો. આમ તેમની યોગ સાધનાની શરૂઆત થઈ, અને તેઓ આજે ઘણા બધા યોગ સાધકોના યોગ ટ્રેનર તરીકે કાર્ય કરી રહ્યા છે.
આજે જ્યારે તેમના આટલા વર્ષના યોગ સાથે સંકળાયેલા અનુભવોને તેઓ વાગોળી રહ્યા હતાં ત્યારે, તેમણે એમપણ ઉમેર્યું હતું કે, યોગ ભલે સામાન્ય લાગે અને બહુ શારીરિક થાક વગરની કસરત છે, પરંતુ તેનાથી ખૂબ જ આશ્ચર્યજનક પરિણામો પણ મળે છે. જેમકે દીપ્તિબેન ના ત્યાં આવતા યોગ સાધકોને થાઈરોઈડ, માઇગ્રેન વગેરે જેવી તકલીફ પણ દૂર થઈ છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ શહીદ ઘણા બધા મહાનુભાવો યોગ કરવા સાથે મેદસ્વિતા મુક્ત અભિયાન દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત સમાજની કલ્પના કરી રહ્યા છે તેને પરિપૂર્ણ કરવા આપણી પરંપરા અને સંસ્કૃતિ સામા યોગાભ્યાસને અપનાવી આપણે પણ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત સમાજના તંદુરસ્ત નાગરિક બની એક મજબૂત રાષ્ટ્રની સ્થાપનામાં આપણું ફાળો આપી શકીએ છીએ.

