ખેલ મહાકુંભ-3.0: વિજેતા ખેલાડીઓ માટે રોકડ-પુરસ્કાર દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ જાહેર
ગાંધીનગર ,
ખેલ મહાકુંભ-3.0 (2024-25) અંતર્ગત ઝોન, તાલુકા, મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા પર વિજેતા બનેલા તથા હજુ સુધી રોકડ-પુરસ્કાર પ્રાપ્ત ન કરનાર ખેલાડીઓ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ, જે ખેલાડીઓને રોકડ-પુરસ્કાર મળ્યો નથી તેઓએ ખેલ મહાકુંભ-3.0 નું રજિસ્ટ્રેશન વિગત, સાથે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આવશ્યક રીતે જમા કરાવવાની રહેશે.
આ દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ 01 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદા પછી કોઈપણ ખેલાડીની પુરસ્કાર સંબંધિત માહિતી સ્વીકારવામાં નહીં આવે, તેવું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જણાવાયું છે. નોંધ – જે ખેલાડીઓના બેન્ક વિગત અપડેટ કરાવવાના બાકી હોય તેવા જ ખેલાડીઓ અત્રેની જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી ખાતે રૂબરૂ આવીને દિન-૨માં બેન્ક ડીટેલ અપડેટ કરાવી લેવી જેની ખાસ નોંધ લેવી. આપેલ સમય મર્યાદામાં જો અપડેટ કરાવવામાં આવશે નહિ તો તેની સંપૂર્ણ જવાબદારી ખેલાડી/વાલી/શાળા/સંસ્થા/કોચ ની રહેશે.

