ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ અડાલજની ઐતિહાસિક વાવની લીધી મુલાકાત
જર્મન ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી.
જ્યાં તેઓ વાવના બાંધકામ અને નકશી કામને નિહાળી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે તેમની સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર, ભારત સ્થિત જર્મનીના રાજદૂત શ્રી ફિલિપ એકરમેન, કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રોટોકોલના ચીફ શ્રી અમિતકુમાર, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આર્ય, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ શ્રી સંકેતસિંહ વાઘેલા, આર્કિયોલોજી વિભાગના બરોડા સર્કલના એસ.એ.એ.એસ.આઇ. શ્રી શુભમ મજુમદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

