ગાંધીનગર: GMERS દ્વારા કર્મચારીઓને હાર્ટ એટેક સમયે જીવનરક્ષક COLS તાલીમ અપાઈ
ગાંધીનગર ખાતે જી.એમ.ઇ.આર.એસ.ના એનેસ્થેસિયા વિભાગ દ્વારા વર્ગ 1 થી 4ના અધિકારી કર્મચારીઓને કમ્પ્રેશન ઓન્લી લાઈફ સપોર્ટ ટેકનીકની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ અચાનક આવતા હૃદયના હુમલા સમયે તાત્કાલિક આપી શકાય તેવાં સારવારના પ્રાથમિક પગલાંઓ વિશે વિગતવાર નિદર્શન સહિત સમજણ આપવામાં આવી હતી.

