ગાંધીનગરગુજરાત

બાળ મજુરી નાબુદી કાયદાનું પાલન એક જવાબદાર નાગરિક તરીકે આપણા સૌની સહિયારી જવાબદારી

જિલ્લા કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવેના અધ્યક્ષ સ્થાને રચાયેલ જિલ્લા બાળમજૂરી નાબૂદી ટ્રાસ્કફોર્સ કમિટીના સદસ્યો દ્વારા તા:૩૧/૧૨/૨૦૨૫ના રોજ ગાંધીનગર શહેરના કુડાસણ અને સરગાસણ ખાતે બાતમી મળતા બાળમજૂરી બાબતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન સરગાસણ ખાતે આવેલ હેપેન્ટન્સ ફૂટવેર, સ્ટોર ખાતેથી એક ૧૭ વર્ષની તરૂણી તથા, કુડાસણ ખાતે આવેલ કબીર બ્યુટી વર્લ્ડ ખાતે એક ૧૫ વર્ષની તરૂણી કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.  આ બાળકીઓને બાળમજૂરીમાંથી નાબૂદ મુક્ત કરાવીને જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી છે અને, આ સંસ્થાઓને કાયદેસરની નોટિસ આપવામાં આવી છે.
ત્યારબાદ આ બંને બાળકી સાથે વાતચીત દરમિયાન તે બંને ઉત્તર પ્રદેશની હોવાનું જાણવા મળ્યું હતું.આ બંને બાળકીઓના માતા-પિતાને બોલાવી જિલ્લા શ્રમ અધિકારીશ્રી દ્વારા તેમનો અભ્યાસ પૂર્ણ થાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે બાબતની સમજૂતી આપવામાં આવી હતી.તેમના માતા પિતાએ આ બાળકીઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને કામ પર નહીં મૂકવાની પણ બાહેંધરી આપી છે.
બાળ મજુરી નાબુદી કાયદાનું પાલન એક જવાબદાર નાગરિક તરીકે આપણા સૌની સહિયારી જવાબદારી છે.આપની આસપાસ આ પ્રકારની ગુનાહીત પ્રવૃત્તિઓ જોવા મળે તો મૌન રહેવાને બદલે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી, બાળકોનું બાળપણ બચાવવા સાથે ભારતના ભાવિને મજબૂત બનાવવા સહયોગ આપવા કલેકટર શ્રી મેહુલ કે.દવે એ જણાવતાં ઉમેર્યું હતું કે, સરકારના કોઈ પણ કાયદાનું સો ટકા અમલીકરણ અને તેનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે એક જાગૃત નાગરિક પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવશે.કારણકે બાળમજૂરી નાબૂદી,બાળ વિવાહ વગેરે જેવા દુષણોને સમાજ‌ માંથી સદંતર દૂર કરવા વહીવટી તંત્ર સાથે જનભાગીદારી ખુબ જ જરૂરી છે.
ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *