રાષ્ટ્રીય

આજથી મુંબઈ-પુણે વચ્ચેની ટ્રેનસેવાને થશે અસર મંકી હિલથી કર્જત વચ્ચે બ્લોક હાથ ધરાશે, પ્રગતિ એક્સ્પ્રેસ સહિત અન્ય ટ્રેન રદ, અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાશે

મુંબઈ:

મધ્ય રેલવેના લોનાવલા સેક્શનમાં કર્જતથી મંકી હિલ વચ્ચે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક સહિત અન્ય નુકસાનને કારણે આગામી દિવસોમાં સેક્શનમાં મેઈન્ટેનન્સ બ્લોક હાથ ધરવામાં આવશે, પરિણામે મુંબઈ-પુણે વચ્ચેની લાંબા અંતરની ટ્રેનસેવાને લગભગ એક મહિના સુધી અસર થશે, એવું રેલવેએ જણાવ્યું હતું.

દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી નહોતી, પરંતુ વરસાદને કારણે યોગ્ય કામ પૂરું કરવામાં આવ્યું નથી.

અલબત્ત, રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવતા લાંબા અંતરની રેગ્યુલર ૨૨ જેટલી ટ્રેનસેવા પર અસર થશે. કર્જત અપ લાઈન અને મંકી હિલ સુધીના કામકાજને કારણે ૩૦મી નવેમ્બર સુધી કામ ચાલુ રહેશે. ૩૦મી નવેમ્બર સુધી મુંબઈ-પંઢરપુર, પંઢરપુર-મુંબઈ (ટ્રેન નંબર ૫૧૦૨૭-૫૧૦૨૮), ૨૭મી નવેમ્બર સુધી મુંબઈ-બિજાપુર અને બિજાપુર મુંબઈ (૫૧૦૨૯-૫૧૦૩૦), નાંદેડ-પનવેલ-નાંદેડ વીકલી સ્પેશિયલ (૦૭૬૧૭-૦૭૬૧૮), પુણે-મુંબઈ-પુણે પ્રગતિ એક્સ્પ્રેસ (૧૨૧૨૬-૧૨૧૨૫), પનવેલ-પુણે-પનવેલ પેસેન્જર ટ્રેન રદ રહેશે. આ ઉપરાંત, ભુસાવલ-પુણે એક્સ્પ્રેસને દૌંડ-મનમાડ પર ડાઈવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, મુંબઈ-કોલ્હાપુર-મુંબઈ કોયના એક્સ્પ્રેસ (૧૧૦૨૯-૧૧૦૩૦), હુબલી-એલટીટી-હુબલી, હૈદરાબાદ-મુંબઈ-હૈદરાબાદ હુસૈનસાગર એક્સ્પ્રેસ (૧૭૩૧૭-૧૭૩૧૬), વિશાખાપટનમ-એલટીટી એક્સ્પ્રેસ (ટ્રેન નંબર ૧૮૫૧૯-૧૮૫૨૦) ને પુણેથી ઉપાડવામાં આવશે તથા ટર્મિનેટ પણ પુણેમાં કરવામાં આવશે, એવું મધ્ય રેલવેની અખબારી યાદીમાં જણાવાયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x