ગાંધીનગરગુજરાત

રાજ્યમાં 5 નવી સ્પોર્ટ્સ કોલેજ શરુ કરાશે, જાણો ક્યાં બનશે આ કોલેજો

ગાંધીનગર :

ગુજરાતનાં યુવાનોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા માટે સરકાર દ્વારા નવા ક્રાર્યક્રમો શરુ કરવામાં આવશે. જેને પગલે નવી 5 સ્પોર્ટ્સ કોલેજ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે નવા શૈક્ષણિક સત્રની સાથે સાથે આ તમામ કોલેજો શરું કરવામાં આવશે.
ગુજરાતમાં નવી 5 સ્પોર્સ કોલેજ નવા શૈક્ષણિક સત્રથી શરુ
સ્પોર્ટસ જર્નાલિઝમ અને સ્પોર્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ ભણાવાશે
કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટિચર્સ ઉપરાંત અન્ય વિષયો પર પણ અભ્યાસ થશે
ગુજરાતમાં નવી 5 સ્પોર્સ કોલેજ નવા શૈક્ષણિક સત્રથી શરુ

ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપનાં કરવામાં આવશે. જે અંતર્ગત નવી 5 સ્પોર્ટ્સ કોલેજો શરુ કરવામાં આવશે. આ કોલેજો નવા શૈક્ષણિક સત્રથી જ શરુ થઈ જશે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્પોર્ટ્સ કોલેજ શરુ કરવામાં આવશે.

સ્પોર્ટસ જર્નાલિઝમ અને સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટ ભણાવાશે

આ તમામ સ્પોર્ટ્સ કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટિચર્સ ઉપરાંત સ્પોર્ટ્સને લગતાં કોર્સ કરી શકાશે. કોલેજોમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ જર્નાલિઝમ શરુ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ કોલેજો શરુ થતાં રોજગારીની અનેક તકો પણ ઉભી થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x