મોદીના સૂટને ગિનિસ બુકમાં સ્થાન, તારક મહેતા..ના ‘સુંદરે’ બનાવ્યું સ્ટેચ્યુ
સુરત:હરાજીમાં જેની 4.31 કરોડની કિંમત ઉપજી હતી તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યુ છે. હરાજીમાં કોઈ સૂટની અત્યંત ઊંચી બોલાય હોવાની કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે. હરાજીમાં હાઇએસ્ટ બોલીના આધારે નમો સ્ટ્રીપવાળો સૂટ મેળવનારા ડાયમંડ અગ્રણી લાલજીભાઈ પટેલે અસ્સલ મોદીના પ્રતિબિંબ જેવુ સ્ટેચ્યુને આ સૂટ પહેરાવી તેને ઓફિસના મેઇન એન્ટ્રેન્સ પાસે જ સજાવ્યો છે. 4.31 કરોડના સૂટ અને 2.50 લાખના સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. ઓફિસમાં કામકાજ અર્થે આવતા વિદેશીઓ પણ તેમાંથી બાકાત નથી. દિલ્હીથી સેનાના કેટલાંક જવાનો પણ સેલ્ફી લઈ ચૂકયા છે.