ગાંધીનગરગુજરાત

ગાંધીનગર: પેથાપુર-મહુડી માર્ગ પર કાર ઝાડ સાથે અથડાતાં બેનાં મોત

ગાંધીનગર: ગાંધીનગરથી મહુડી જતા માર્ગ પર કૈલાશબા વૃધ્ધાશ્રમ પાસે શનિવારે સાંજે 7 વાગ્યાનાં અરસામાં મહુડી તરફથી આવી રહેલી આઇ ટેન કારનાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડમાં ઘુસી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા. એક મહિલા તથા એક પુરૂષને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પેથાપુર પોલીસને થતા પોલીસે સ્થળ પર દોડી જઇને પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનો પરીવાર મહેમાન સાથે મહુડી દર્શન કરી પરત ફરી રહ્યો હતો

ગાંધીનગર તાલુકાનાં જુદા જુદા માર્ગો પર જીવલેણ અકસ્માતોની વણઝાર સર્જાઇ છે. શુક્રવારે સાંજે રાંધેજા પાસે રીક્ષા અને કાર વચ્ચેનાં અકસ્માતમાં બે યુવાનોનાં મોત બાદ શનિવારે સાંજે 7 વાગ્યાનાં અરસામાં પેથાપુર મહુડી માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતોનુંસાર અમદાવાદનો વણીક પરીવાર શનિવારે મહુડી ખાતે નવી નક્કોર નંબર વગરની આઇ ટેન કાર લઇને દર્શન કરવા ગયો હતો. સાંજે 6થી 7 વાગ્યાનાં અરસામાં આ પરીવારની કાર પરત ગાંધીનગર તરફ આવી રહી હતી ત્યારે પેથાપુર પાસે આવેલા કૈલાશબા વૃધ્ધાશ્રમથી થોડે દુર આઇ ટેન ચલાવી રહેલા વિક્રમભાઇ ચંદુલાલ શાહે સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા પુરઝડપે દોડી રહેલી કાર રોડ સાઇડ ઉતરીને ઝાડમાં ઘુસી ગઇ હતી.

આ અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108ને ફોન કરતા 108નાં સ્ટાફે કારમાં સવાર ચારેય ઇજાગ્રસ્તો વિક્રમભાઇ ચંદુલાલ શાહ(ઉ.વ.64, રહે નરોડા, અમદાવાદ), પ્રતિભાબેન ચંદુલાલ શાહ(ઉ.વ.45 રહે અમદાવાદ), વિમળાબેન રમણીકલાલ શાહ(ઉ.વ.65 રહે અમદાવાદ) તથા વિજયકુમાર દલીચંદ પટેલ(ઉ.વ.65 રહે જામનગર શેરી-1, વર્ધમાનનગર)ને ગાંધીગનર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં વિજયકુમાર પટેલ તથા વિમલાબેન શાહને તબીબ દ્વારા મરણ ગયેલા જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ પેથાપુર પોલીસ સ્ટેશને થતા વિજયસિંહ સ્ટાફ સાથે દોડી ગયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x