નિત્યાનંદ આશ્રમ વિવાદ માં નવો વળાંક… હવે ડીપીએસ સ્કૂલ શંકાનાં દાયરામાં
અમદાવાદ
અમદાવાદ શહેરના છેવાડે હરિપુરામાં આવેલા નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખ્યા હોવાનો કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના હાથીજણ પાસે આવેલ સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદ ધીરે ધીરે મોટું રૂપ લઇ રહ્યો છે. એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદમાં સૌથી મોટો ખુલાસો થયો છે.આ આશ્રમની પ્રવૃત્તિઓ સામે શંકા તો જાગી છે એવામાં આશ્રમના સંચાલકો અને અન્ય લોકોએ આસપાસ રહેતા ગામોના ભોળા લોકોને ભરમાવાના પ્રયાસનો પણ પર્દાફાશ થયો છે.આશ્રમમાં રહેતી યુવતીઓ અને બાળકોને લેવા ડીપીએસની સ્કૂલ બસ જતી હોવાના સીસીટીવી પોલીસના હાથ લાગ્યા છે. લગભગ ૭થી ૮ યુવતીઓ અને બાળકોને હાથીજણ રોડ પર આવેલ પુષ્પક સિટીમાં બે મકાનમાં રાખવામાં આવતા હતા. આશ્રમમાંથી નીકળી બાળકો મકાન પર આવતા હતા અને બાદમાં વહેલી સવારે આશ્રમ પરત જતા રહેતા હતા. ભગવા વસ્ત્ર ધારણ કરેલ યુવતી અને બાળકોને લેવા-મૂકવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. લગભગ છેલ્લા દોઢ મહિનાથી ૭ જેટલી યુવતીઓ અને બાળકોને રહેવા માટે મકાન આપ્યું હતું.
સ્થાનિકો કહે છે કે, પુષ્પક સિટીના જે ત્રણ બંગલા આશ્રમે ભાડે રાખ્યા છે તેમાં આખી રાત સુધી મહિલાઓ-યુવતીઓની અવર જવર રહે છે, જે તમામ સવારે સાત વાગ્યે અહીંથી રવાના થાય છે. નિત્યાનંદ આશ્રમમાં સૌથી વધુ વિદેશી મહિલાઓની અવર જવર રહે છે. આના માટે ડીપીએસની સ્કૂલ બસ આવતી હતી. પુષ્પક સિટીના બિલ્ડરો પણ આશ્રમના ભક્ત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પુષ્પક સિટીમાં જાહેર નામા ભંગની કલમ લગાડવા તૈયારી કરી રહી છે.
પુષ્પક સિટીમાં પોલીસે બે સગીર અને બે સાધ્વીઓ સાથે તપાસ સોમવારે હાથ ધરી હતી. તે દરમ્યાન ગુમ થયેલી નંદીતાની મકાનમાંથી બેગ મળી આવી હતી. તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે પણ પોલીસે પુષ્પક સિટીના બી ૯૫, બી ૧૦૦ અને બી ૧૦૭નંબરના મકાનમાં તપાસ કરી હતી.