આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

સંસદમાં શાહની જાહેરાત-એનઆરસી આખા દેશમાં લાગૂ થશે

નવી દિલ્હી,
ગૃહમંત્રી અમિત શાહે આજે બુધવારે અત્રે સંસદમાં મહત્વની જાહેરાત કરતાં  જણાવ્યું હતું કે, આસામની જેમ સમગ્ર દેશમાંથી વિદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે  દેશવ્યાપી એનઆરસીનો કાયદો  લાગૂ કરવામાં આવશે. જેમાં દરેક નાગરિકની ઓળખ કરવામાં આવશે. જો કે તેનાથી કોઇપણ સંપ્રદાયના લોકોએ ડરવાની જરૂર નથી.  આ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમામનો એનઆરસીમાં સામેલ કરી શકાય.  એનઆરસી એ નાગરિકત્વ બિલથી અલગ છે અને તેમાં બીજા દેશોમાંથી હિજરત કરીને ભારત આવેલાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ મળશે.
તેમણે તેની સાથે સાથે સંસદના ફલોર પરથી દેશને જાણ કરી હતી કે કલમ 370 હટાવ્યાં બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. 5 ઓગસ્ટ પછી પોલીસ ગોળીબારમાં એક પણ નાગરિક માર્યો ગયો નથી. અને ઇન્ટરનેટને લાગેવળગે છે ત્યાં સુધી ટૂંક સમયમાં જ આ રાજ્યમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે. દરમ્યાનમાં, સમગ્ર દેશમાં એનઆરસી લાગૂના મામલે રાજકિય વિવાદ સર્જાવાની શક્યતા છે કેમ કે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ તેનો વિરોધ કરી રહ્યાં છે.
અમિત શાહે  આજે રાજ્યસભામાં કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય હોવાનું કહીને એનઆરસીના મામલે કહ્યું કે એનઆરસી( નેશનલ રજીસ્ટ્રાર સીટીઝનશીપ)માં આવી કોઈ જોગવાઈ નથી કે  કોઈ વિશેષ ધર્મનો સમાવેશ ના થાય.  તેથી કોઇએ તેનાથી ડરવાની જરૂર નથી. ભારતના તમામ નાગરિકો પછી તે કોઇપણ ધર્મના હોય તેઓ એનઆરસી યાદીમાં સામેલ થઇ શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x