બાલા: આયુષ્માન ખુરાનાની સતત બીજી ફિલ્મ 100 કરોડની કમાણીને પાર
મુંબઈ
બૉલિવૂડમાં જરા હટકે ફિલ્મ કરના અભિનેતા આયુષ્માન ખુરાનાએ એકવાર ફરીથી ધમાલ મચાવી દીધી છે. આ વખતે આયુષ્માનની ફિલ્મ બાલાએ બૉક્સ ઑફિસ ઉપર પણ ધમાલ મચાવી છે. બૉક્સ ઑફિસ ઉપર 15 દિવસ પૂરા કર્યા છે. ફિલ્મે શાનદાર કમાણી કરી છે. સારા કન્ટેન્ટવાળી નાના બજેટની ફિલ્મે પણ બૉક્સ ઑફિસ ઉપર ધમાલ કરી શકી છે. રિલિઝ પહેલા ફિલ્મ ‘ઉજડા ચમન’ના હળતાભળતા કન્ટેન્ટના કારણે વિવાદોમાં રહી છે. પરંતુ રિલિઝ પછી ઑડિયન્સનું વલણ સામે આવી ગયું છે.
આયુષ્માન ખુરાનાની સતત બીજી ફિલ્મ 100 કરોડની કમાણીને પાર કરી ગઈ છે. ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મ બાદ હવે ‘બાલા’ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ‘બાલા’ ફિલ્મે વર્લ્ડવાઈડ 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. 100 કરોડ ક્લબમાં આયુષ્માનની ‘બધાઈ હો, ‘ડ્રીમ ગર્લ’ અને ‘બાલા’ ફિલ્મ સામેલ થઇ છે. ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મની કમાણી 142.26 કરોડ રૂપિયા હતી. ‘બાલા’ આ કમાણીને ક્રોસ કરી શકે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું. ‘બધાઈ હો’ ફિલ્મની કમાણી 137.61 કરોડ રૂપિયા હતી.
આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘બાલા’ 8 નવેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે. આયુષ્માન ખુરાના, ભુમિ પેડનેકર અને યામી ગૌતમ સ્ટાર બાલાને અમર કૌશિકે ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મને પહેલા દિવસે થિએટર્સમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. તેના પહેલા દિવસનું કલેક્શન 10.15 કરોડ હતું.