ગૌચર ને ધ્યાનમાં રાખી નિર્ણય- રાજ્યમાં જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીન માપણીના કલેકટરોને આદેશ
ડ્રોન મારફતે તમામ સરકારી જમીનની માપણી કરવામાં આવશે.
અમદાવાદ
રાજ્ય સરકારે ગૌચર પર થયેલા દબાણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. મહેસુલ પ્રધાને તમામ સરકારી જમીનની માપણીના આદેશ તમામ જિલ્લા કલેકટરને કર્યા છે. આ મામલે મહેસુલ મંત્રીએ ગાંધીનગર ખાતે જિલા ક્લેકેટર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીન માપણીના આદેશ કર્યા છે . ડ્રોન મારફતે તમામ સરકારી જમીનની માપણી કરવામાં આવશે. સરકારી જમીનના ડેટા તૈયાર કરી ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. સાથે જ બિન અધિકૃત રીતે દબાણ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વડોદરા જિલ્લામાં જીઓ મેપિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.વડોદરામાં શહેરી વિસ્તારની સરકારી જમીનની માપણી પૂર્ણ કરવામાં આવી છે.