અમદાવાદમાં રાયપુર ચકલા પાસે ખોદકામ દરમિયાન હિન્દુ રાણીએ બંધાવેલી 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી.
અમદાવાદ :
હાલ ભલે મસ્જિદમાં મહિલાઓને નમાઝ પઢવાની રજા ન હોય પરંતુ 400 વર્ષ પહેલા મહિલાઓને મસ્જિદ ચણાવવાની રજા જરૂર હતી. અમદાવાદમાં રાયપુર ચકલા પાસે ખોદકામ દરમિયાન 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી છે. આ મસ્જિદ નવા બાંધકામ વચ્ચે દબાઈ ગઈ હતી. પરંતુ મનપા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમા આ દુર્લભ મસ્જિદ મળી આવી હતી. જો કે મસ્જિદની હાલત સાવ બિસ્માર છે.
મુઘલ સલતન કાળની છે મસ્જિદ
યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે અમદાવાદમાંથી 16મી નવેમ્બરના રોજ વધુ એક મુઘલ સલતનતના કાળની જીતબાઈ મસ્જિદ મળી આવતા અમદાવાદા હેરિટેજ તાજમાં એક ઓર નગીનો જડાયો છે.
પાંચમી રાણી જીતબાઈએ બંધાવી હતી
આ મસ્જિદના શોધખોળમાં જાણવા મળ્યુ છે કે, મસ્જિદ હિન્દુ રાણીએ બંધાવી હતી. જો કે ઘણા વર્ષોથી આ મંદિરમાં કોઈ કુરાન કે, મજલીસ કે બયાન, તકરીર, બજાવવામાં નથી આવી. એટલુ જ નહીં પરંતુ અજાન પણ થઈ નથી.
હિન્દુ-મુઘલ સંસ્કૃતિનું પ્રતિક
આ મસ્જિદ હિન્દુ અને મુઘલ સંસ્કૃતિનું અનેરૂ પ્રતિક છે. જો કે ખાસ્તા હાલત અને જાળવણીના અભાવે આ મસ્જિદના બે મિનારા નુકાનસગ્રસ્ત થઈ ગયા છે. મંદિર ફરતે ઈંટોની દિવાલની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી જેથી મસ્જિદ અકબંધ રહે પરંતુ તેમ છતાં નિભાવ ન થવાને કારણે મસ્જિદને નુકસાન પહોંચ્યુ છે. જો કે, મસ્જિદની ટાંકી અને હોલ હજુ પણ અકબંધ છે. પણ મસ્જિદના ખુલ્લા મેદાનમાં ગેરકાયદે બાંધકામ ચણી દેવામાં આવ્યા છે.
જીતબાઈ પાંચી રાણી હતા
સ્થાનિકો આ મસ્જિદને બાઈ જીતબાઈની દરગાહ કહે છે. સ્થાનિક વડિલોનું કહેવું છે કે, રાણી રૂપમતી, રાણી સીપ્રિ અને બાઈ હરિર સાથે અમદાવાદમાં મસ્જિદ બંધાવનાર બાઈ જીતબાઈ એ પાંચમા રાણી હતા.
વકફ બોર્ડનો મસ્જિદની જમીન પર દાવો
આ મુદ્દે કોર્પોરેશને અમદાવા સુન્ની વકફ બોર્ડને જાણ કરી હતી. ત્યારે વકફ બોર્ડ ઉંઘમાંથી જાગીને મસ્જિદ પાસેનો ખુલ્લો પ્લોટ વકફ બોર્ડની માલિકીનો હોવાનું રટણ કરી રહ્યુ હતુ પરંતુ મસ્જિદની દેખરેખ અને માલિકી અંગે વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો.