ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મન કી બાત: પીએમ મોદી બોલ્યા- રામ મંદિર નિર્ણય ને દેશે વધાવ્યો

નવી દિલ્હી/ગાંધીનગર :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ અંતર્ગત દેશવાસીઓેને સંબોધિત કર્યા છે. જેમાં તેમણે રામ મંદિર મામલે તથા NCC દિવસ ની નવ જવાનો ને શુભાકામાઓ અપાતા વાત ની શરૂઆત કરી. રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અયોધ્યા ચુકાદા સમયે દેશના લોકોએ સાબિત કર્યું દેશહિતથી સર્વોપરી કશું જ નથી.

‘મન કી બાત’ પ્રોગ્રામની મુખ્ય વાતો

► આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ભાષા સમગ્ર વિશ્વને વિવિધતમાં એકતાનો સંદેશ આપે છે
► દેશમાં શાંતિ, એકતા અને સદ્દભાવનાનું મૂલ્ય સર્વોપરિ છે. રામ મંદિરનો ચુકાદો આવ્યો, ત્યારે સમગ્ર દેશે તેને આવકાર્યો અને શાંતિ સાથે તેનો સ્વીકાર કર્યો
► અયોધ્યા કેસમાં 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનું ચુકાદો આવ્યો, ત્યારે 130 કરોડ ભારતીયોએ ફરીથી સાબિત કર્યું કે, તેમના માટે દેશહિતથી સર્વોપરિ કંઈજ નથી.
► ભારતમાં #FitIndiaMovementથી તમે પરિચિત હશો જ. CBSEએ એક સરાહનીય પહેલ કરી છે. FIT INDIA સપ્તાહની. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષકો અને માતા-પિતા પણ ભાગ લઈ શકે છે.
► હું આગ્રહ કરીશ કે, તમામ સ્કૂલો Fit India Rankingમાં સામેલ થાય અને Fit India એક સ્વભાવ બને. આ એક જનઆંદોલન બને. આ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ.
► અયોધ્યા ચુકાદા સમયે લોકોએ સાબિત કર્યું દેશહિતથી સર્વોપરી કશું જ નથી
► મોટાભાદે આજની યુવા પેઢીને Friendship Day બરાબર યાદ કરે છે, પરંતુ એવા પણ લોકો છે જેમને NCC Day પણ આટલો જ યાદ રહે છે. હું NCCના તમામ પૂર્વ અને હાલના કેડેટને NCC Dayની શુભકામના પાઠવું છું. મારૂ સૌભાગ્ય રહ્યું કે, હું પણ બાળપમાં ગામની સ્કૂલમાં NCC કેડેટ રહ્યો.
► NCC એટલે National Cadet Corps. દુનિયાના સૌથી મોટા Uniformed Youth Organizations માંથી NCC એક છે. આ એક ટ્રી સર્વિસ ઓર્ગેનાઝેશન છે, જેમાં સેના, નૌ સેના અને વાયુસેના ત્રણે સામેલ છે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના અંતિમ રવિવારે ‘મન કી બાત’ કરે છે. PM મોદીના બીજા કાર્યકાળમાં આ 6ઠ્ઠી વખત ‘મન કી બાત’ કાર્યક્રમ છે. ‘મન કી બાત’ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, જેનું દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો અને નરેન્દ્ર મોદી એપ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદી દેશ અને દુનિયા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા ઉપર પોતાના વિચારો રજૂ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x