ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

LRD ઉમેદવારો માટે સારા સમાચાર, 1 ડિસેમ્બરે 9713 ઉમેદવારોને અપાસે નિમણૂક પત્ર

અમદાવાદ
ઘણા સમયથી રાહ જોઈ રહેલા લોકરક્ષક દળના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. 1 ડિસેમ્બરે એલઆરડીના 9713 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામા આવશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.
પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે લોકરક્ષકના 3150, એસઆરપીના 6009, પુરુષ જેલ સિપાઇના 499, મહિલા જેલ સિપાઇના 55 એમ કુલ 9713 ઉમેદવારની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તેમને 1 ડિસેમ્બરના રોજ નિમણૂક પત્ર આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 2322 જેટલા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હતો. આ ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની પ્રક્રિયામાં જે તે ઉમેદવારોએ દસ્તાવેજો રજુ ન કરતા આ પ્રક્રિયામાં થોડો સમય ગયો છે. ખરાઈ કર્યા વગર કરવામાં આવે તો નવા આરોપો થાય અને આ કારણે 9713 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં વિલંબ થાય. પુરતી ચકાસણીના કારણે આ કામમાં થોડો સમય લાગ્યો હતો. આ કામ પુરુ થયું છે અને રાજ્યમાં 9713 જવાનોને 1 ડિસેમ્બરે નિણણૂક આપવામાં આવશે.
ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાચં વર્ષમાં સીધી ભરતીથી જી.પી.એસ.સી., ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા વિવધ વિભાગો માટે 1,20, 013 યુવાનોની ભરતી કરી છે. જેમાં રાજ્યના 26થી વધુ વિભાગોમાં વર્ષ 2014માં 20, 239, 2015માં 24,420, 2016માં 10,604, 2017માં 47,886, 2018માં 15,329 અને અને ચાલુ વર્ષે 1535 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x