ગાંધીનગરગુજરાત

તંત્ર હવે બન્યું સજાગ, અકસ્માતો ટાળવા માટે BRTSમાં 5 નવા નિયમો ઘડાયા

અમદાવાદ
BRTS દ્વારા થનાર અકસ્માતો ની સંખ્યા દિવસે દિવસે વધી રહી હતી. આ અકસ્માતોમાં જાણતા-અજાણતા લોકો જીવ ગુમાવતા હતા. BRTS થી થતા અકસ્માતો પર લોકો આક્રોશમાં આવ્યા જેને ધ્યાને લઇ રાજ્યગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ પ્રત્યક્ષ BRTS રૂટ ની મુલાકાત લઈ તંત્રને ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો ટાળવા નિયમો બનાવવાનો નિર્દેશ કર્યો, જેના સંદર્ભે 5 નિયમો બનાવવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે….

1. ઓવર સ્પીડ મામલે બસોમાં સ્પીડ ગવર્નર લગાવવામાં આવ્યા છે. જેમાં હવે બસની સ્પીડ માત્ર 50 જ રહેશે.

2. ડ્રાઇવરની ભરતી સમયે યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ બાદ જ ડ્રાઈવરને બસ ચલાવવા આપવા આપવામાં આવશે.

3. બસ ડ્રાઈવર જોબ બસ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે કે, પછી રેડ લાઈટ નો ભંગ કરશે તો ડ્રાઇવર પાસે દંડ અને કોન્ટ્રાક્ટર નહીં સામાન્ય કરતાં દસ ગણું દંડ વધુ વસુલવામાં આવશે.

4. BRTS કોરિડોરમાં હવે ખાનગી વાહનો પર પ્રતિબંધ.

5. જો વાહન ચાલક કોરીડોરમાં ઘુસી તો ટુ વ્હીલરની રૂપિયા 1500 અને ફોર વ્હીલરને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવશે.અમદાવાદમાં અકસ્માતની વાત કરવામાં આવે તો એક વર્ષમાં કુલ 319 અકસ્માત થયા હતા.જેમાંથી નવું અકસ્માતો BRTS બસના થયા હતા.

BRTSના કોરીડોરમાં અન્ય વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાહનચાલકોને પ્રવેશતા અટકાવવા માટે ટ્રાફિક પોલીસે પણ કડક પગલાં લીધા છે. કુલ 4 સ્કોડને કામે લગાવ્યા છે. જે વાહન ચાલકોને નિયમ કરાવશે. કોર્પોરેશન દ્વારાનો RFDS પણ લગાવવામાં આવશે. જે બસ આવશે એ સમયે ખુલશે જેથી, અકસ્માત ન થાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *