રુપાણી સરકારની મોટી જાહેરાત, સહાયની રકમ સીધી ખાતામાં થશે જમા
ખેડૂતોના ખાતામાં 31 ડિસેમ્બર પહેલા સહાય ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેના માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરી શકશે
ગાંધીનગર
રાજયમાં કમોસમી વરસાદે ખેડૂતોને બેહાલ કરી દીધા છે. તમામ ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા હતા જેથી તેઓને સહાય માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.જેમાં તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂતોના ખાતામાં 31 ડિસેમ્બર પહેલા સહાય ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેના માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
કોંગ્રેસના ઘણા એવા નેતાઓએ આ મુદ્દા પર સવાલો ઉઠાવ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ પાક વીમા અંગે ઉઠાવેલા સવાલ અંગે આરસી ફળદુએ જણાવ્યુ કે, કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા આરોપ સરકાર પર લગાવી રહ્યા છે. રાજ્યની સરકાર હંમેશા ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહી છે. સરકારે ખેડૂતો માટે સહાયના મોટા પેકેજની પણ જાહેરાત કરી છે. જેથી કોંગ્રેસે સરકાર પર પાયાવિહોણા આરોપ લગાવવા ન જોઈએ.
આરસી ફળદુએ પાક વીમા કંપનીઓ અંગે જણાવ્યુ કે, જે કંપની પાક વીમો આપવામાં મોડુ કરશે તેની વિરૂદ્ધ સરકાર હમેશા કાર્યવાહી કરે છે. સરકારે એક વીમા કંપનીને ડિલેટ કરવામાં આવી છે. સરકાર હમેશા વીમા કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવા તત્પર રહે છે.