ગાંધીનગર: થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા કુલીંગ ટાવરને ડાયનામાઇટ બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો
ગાંધીનગર
ગાંધીનગર પેથાપુર પાસે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા કુલીંગ ટાવરને ડાયનામાઇટ બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. બે કુલીંગ ટાવરને તોડી પાડવા 2થી 4નો સમય નક્કી કરવામાં આવ્યો હતો. કુલીંગ ટાવરને બ્લાસ્ટ કરવામાં આવતા 118 મીટર ઉંચો ટાવર ધરાશાયી થયો હતો. આ દરમિયાન થર્મલ પાવર સ્ટેશનની આસપાસના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાનો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. બપોરે 2થી 4 દરમિયાન વિજળી સપ્લાયને પણ બંધ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા તકેદારીના ભાગ રૂપે તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને થર્મલ પાવર સ્ટેશનની આસપાસના રસ્તાને પણ 2 કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે 100થી વધુ પોલીસ કર્મીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કુલીંગ ટાવર ગાંધીનગરની ઓળખ સમાન હતા અને હવે તે ઇતિહાસ બની ગયા છે..પહેલા ગાંધીનગરમાં ઘ-0 થી ચ-0થી પ્રવેશ કરો તો પણ આ બંને ટાવર જોઇ શકાતા હતા.. જો કે હવે સમય સાથે સલામતીના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.