રાષ્ટ્રીય

મોદી સરકારની સરેઆમ આલોચના કરતા સામાન્ય નાગરિક ડરી રહ્યો છે: રાહુલ બજાજ

મુંબઈ
બજાજ ગ્રુપના ચેરમેન રાહુલ બજાજે મોદી સરકારના દિગ્ગજ મંત્રીઓ સામે જ પોતાના મનની વાત કહીં નાંખી. તેમણે લિચિંગ મામલે એક્શનની ઉણપ, પ્રજ્ઞા ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન અને કોર્પોરેટ જગતમાં કેન્દ્ર સરકારની આલોચના કરવા માટે ઘટતી જતી હિંમતને લઈને પોતાની વાત રજૂ કરી. આ સમયે મંચ પર ગૃહમંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને રેલવે અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ બેઠા હતા.
એક મીડિયા સાથે ની વાતચીત માં ઉદ્યોગપતિ રાહુલ બજાજે જણાવ્યું કે, મોદી સરકારની સરેઆમ આલોચના કરતા દેશનો સામાન્ય નાગરિક ડરી રહ્યો છે. તેઓ નથી જાણતા કે, સરકાર આલોચનાને ક્યા અર્થમાં સમજશે. રાહુલ બજાજે જણાવ્યું કે, આજે એવો માહોલ છે કે, કોઈ બોલશે નહી. અમારા ઉદ્યોગપતિઓમાંથી પણ કોઈ નહીં બોલે. હું ખુલ્લેઆમ કહી રહ્યું છે. એક વાતાવરણ ઉભુ કરવું પડશે. UPA-2ની સરકારમાં અમે કોઈને પણ ગાળો આપી શકતા હતા. તમારા વિરૂદ્ધ બોલવાથી લોકો ડરી રહ્યા છે. જો તમે સારૂ કામ કરી રહ્યા છો, તો પછી લોકોને બોલવાની સ્વતંત્રતા કેમ નથી?
તેમણે વધુમાં જણાવ્યું કે, તમે સારૂ કામ કરી રહ્યા છો, પરંતુ જો અમે જાહેરમાં તમારી ટીકા કરવા માંગી છીએ, તો તમે સહન કરશો કે કેમ? એ વાતનો વિશ્વાસ નથી આવતો. હું ખોટો હોઈ શકું છે, પરંતુ આજે દરેકજણ આ વાતને અનુભવ કરે છે. મારે આ વાત અહીં ના કરવી જોઈએ. (ત્યાં ઉપસ્થિત ઉદ્યોગપતિ સહિત અન્ય હસ્તિઓ તરફ હાથ બતાવીને). રાહુલ બજાજે જણાવ્યું કે, હું અહીં કોઈના ગુણગાન ગાવા માટે નથી આવ્યો. તમને કદાચ પસંદ નહીં પડે, પરંતુ મારૂ નામ રાહુલ જવાહર લાલ નહેરૂએ જ રાખ્યું હતું.
જે બાદ મંચ પર બેઠેલા અમિત શાહે જવાબ આપતા જણાવ્યું કે, કોઈએ ડરવાની જરૂરત નથી. જો તેઓ કહીં રહ્યા છે કે, ડરનું વાતાવરણ બની ગયું છે, તો આપણે મળીને આ મહોલ બદલવાનો પ્રયત્ન કરવો પડશે. હું એટલું જરૂર કહીશ કે, કોઈએ ગભરાવાની જરૂર નથી. ના તમને કોઈ ડરાવવા માગે છે. આ સરકાર પારદર્શી તરીકેથી ચાલે છે અને અમને કોઈ પણ પ્રકારના વિરોધનો ડર નથી. જો કોઈ વિરોધ કરશે, તો તેના મેરિટ્સને ધ્યાનમાં લઈને અમે ઈમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરીશું.
રાહુલ બજાજે ભોપાલ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, સત્તાધારી પાર્ટી ભાજપે તેમને ટિકિટ આપી અને જીતાડીને સંસદમાં પહોંચાડ્યા. તમારા સમર્થનથી જ એ જીત્યા છે પછી રક્ષા સબંધી કમિટિમાં લઈને આવ્યા. વડાપ્રધાને પણ જણાવ્યું હતું કે, હું તેમને ક્યારેય માફ નહી કરી શકું. ખાસ વાત છે કે, આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને ભારતી એરટેલના સુનિલ ભારતી મિત્તલ પણ ઉપસ્થિત હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x