ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્રીય ભાજપા દ્વારા તમામ રાજયોના પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ માટે નિરીક્ષકો જાહેર કરાયાં

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ માટે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહની નિયુક્તિ

ગાંધીનગર
ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયા જણાવે છે કે, હાલમાં દેશભરમાં ભાજપમાં “સંગઠન પર્વ” ચાલી રહ્યું છે. તે અંતર્ગત દર ત્રણ વર્ષે ભાજપના બુથ સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીના સંગઠનની સંરચના કરવામાં આવે છે. ભાજપ એક માત્ર એવી રાજકીય પાર્ટી છે જેમાં કાર્યકર્તાઓ સાથે સંપર્ક-સંવાદ અને સમનવ્ય દ્વારા સંપૂર્ણ લોકશાહી રીતે સંગઠનનની સંરચનાઓ કરવામાં આવે છે. ગુજરાત ભાજપા દ્વારા બુથ સમિતિ અને મંડલ સમિતિઓની સંરચનાનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે અને ગુજરાતનાં ચાર ઝોન માટે બનાવેલ ૩-૩ સદસ્યોની સમિતિ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી, પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભીખુભાઈદલસાણીયાની ઉપસ્થિતિમાં એક બેઠક પણ કરવામાં આવી હતી.ટૂંક સમયમાં જ જીલ્લા/મહાનગરનાં પ્રમુખ અંગેની સંરચનાનું કાર્ય પૂર્ણ થનાર છે. ત્યારબાદ તુરંત જ પ્રદેશ સમિતિની રચનાનું કાર્ય હાથ ધરવામાં આવશે.

પંડયાએ જણાવ્યું હતું કે આજે કેન્દ્રીય ભાજપા દ્વારા તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ માટે આજરોજ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિયુક્તિની પ્રક્રિયા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તથા રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ ની નિયુક્તિ કરવામાં આવી છે.આગામી સમયમાં તેમની સૂચના મુજબ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *