પાટનગરમાં તહેવારોમાં પાણીની પારાયણ
– ગુજરાતના તમામ ડેમ છલકાઈ ગયા છે
– નર્મદા કેનાલમાં પાણીની આવકમાં વધારો
ઉપરવાસમાં સારા વરસાદના કારણે ગુજરાતના તમામ ડેમ છલકાઈ ગયા છે જેના કારણે નર્મદા કેનાલમાં પાણીની આવકમાં અચાનક જ વધારો થયો છે. આવક વધવાની સાથે જ કેનાલનું સ્થિર પાણી ડહોળાય છે અને કેનાલનું પાણી સમગ્ર ગાંધીનગરમાં આપવામાં આવે છે તે પણ ડહોળુ જ હોય છે. જો કે છેલ્લા એક મહિનાથી ડહોળા પાણીનું નિરાકરણ લાવવા માટે તંત્રએ પાણી વિતરણમાં ફેરફાર કર્યો હતો. નવા અને જુના સેકટરોમાં સવારમાં અપાતાં પાણી પુરવઠાના સમયમાં તેમજ ફોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સાથે ડહોળા પાણીમાં રાસાયણિક પ્રક્રિયા કરીને પીવાલાયક પણ બનાવવામાં આવી રહયું છે તે વચ્ચે હાલ તહેવારના દિવસો ચાલુ છે ત્યારે પાટનગરમાં પાણીનો પુરવઠો ધીમો અને ઓછો આવવાની સમસ્યા ઉભી થઈ છે.