ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

લોકપાલની નિમણૂક ન કરી તેથી ગુજરાતે ૬૭૨ કરોડની ગ્રાન્ટ ગુમાવી

ગાંધીનગર,મંગળવાર
તેરમાં નાણાં પંચે કરેલી ભલામણ પ્રમાણેની શરતોનું પાલન કરીને ગુજરાત સરકારે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકાય તે માટે આમ્બ્ડુસમેન – લોકપાલની નિમણૂક ન કરી હોવાથી ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી ૨૦૧૦થી ૨૦૧૫ના ગાળામાં મળવા પાત્ર રૃા. ૮૫૮.૧૫કરોડની ગ્રાન્ટમાંથી ૬૭૨.૬૩ કરોડની ગ્રાન્ટ ગુમાવી દીધી હતી.
કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલના આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં ગુજરાત સરકારે લોકપાલની નિમણૂક કરવામાં કરેલા વિલંબને પરિણામે ગયેલી જંગી ખોટનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેરમા નાણાં પંચ દ્વારા આપવામાં આવતી બે પ્રકારની ગ્રાન્ટમાં જનરલ બેઝિક ગ્રાન્ટ અને જનરલ પ્રોસેસ ગ્રાન્ટ-જીપીજીનો સમાવેશ થાય છે. જીપીજી મેળવવા માટે તેરમા નાણાં પંચે મૂકેલી શરતોનું પાલન કરવાનું હોય છે. આ શરતોનું પાલન ન કરવામાં આવે તો ગ્રાન્ટ ગુમાવવી પડે છે. ગુજરાતની જનતાની ભ્રષ્ટાચાર સામેની અને સ્થાનિક સંસ્થાઓના કર્મચારીઓ સામે ગેરવહીવટની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે તેરમા નાણાં પંચની શરત હેઠળ ગુજરાત સરકારે લોકપાલની નિમણૂક કરવાનું ટાળીને તેની શરતનું પાલન કર્યું નહોતું. આ અંગે ગુજરાતમાં ખાસ્સો વિવાદ થયો હતો. આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા.
તેરમાં નાણાં પંચની ભલામણ પ્રમાણે ૨૦૧૦-૧૫ના પાંચ વર્ષના ગાલામાં રાજ્ય સરકારને ભારત સરકારે રૃા.૧૭૯૭.૨૯ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ કેન્દ્રએ ફાળવેલી રૃા. ૧૭૯૭.૨૯ કરોડની ગ્રાન્ટમાંથી ગુજરાત સરકાર માત્ર રૃા. ૧૩૪૦.૫૪ કરોડનો જ ઉપયોગ કરી શકી હતી. પરિણામે તેણે રૃા. ૪૫૬.૭૩ કરોડની ગ્રાન્ટ ગુમાવી દેવી પડી હતી. ગુજરાત સરકારના પંચાયત રાજના જુદા જુદા વિભાગો ૨૦૧૦-૧૫ના સમયગાળામાં ગ્રાન્ટના વપરાશ અંગેના રૃા. ૧૭૩.૮૩ કરોડના ખર્ચ અંગેના પ્રમાણપત્રો પણ ૨૦૧૫ની ૩૧મી માર્ચ સુધીમાં રજૂ કરી દેવાની સમયમર્યાદા ચૂકી ગયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x