ગાંધીનગરગુજરાત

રૂપાણી રોબોટ: પરીક્ષામાં ગડબડી મુદ્દે જવાબ આપવાને સ્થાને સરકાર ની પોલીસે વરસાવી લાઠીઓ

ગાંધીનગર
ગુજરાતમાં સરકારી નોકરીઓની ભરતીમાં લેવામાં આવતી પરીક્ષામાં ગડબડી હોવાના આક્ષેપો સાથે આજે હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં આવ્યા છે. બિન સચિવાલય પરીક્ષા માં થયેલ ગેરરીતીને લઈને આજે વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે ભારે હલ્લાબોલ કર્યું હતું અને આ પરીક્ષા રદ કરવા માટે માંગણી કરી હતી. ત્યારે પોલીસ દ્વારા પોતાની માગણી રજૂ કરતા વિદ્યાર્થીઓની સાથે ટીંગાટોળી કરીને તેમના ઉપર લાઠીચાર્જ કરવાનો વિદ્યાર્થીઓએ મીડિયા સામે આક્ષેપ કાર્યો છે. જેને લઇ આ વિદ્યાર્થીઓમાં સરકારની આ તાનાશાહી સામે ભારે રોષ ફેલાયો છે.


પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર આજે આશરે ૧૦૦૦ જેટલા ઉમેદવારો બિન સચિવાલય ની પરીક્ષા માં થયેલી ગેર રીતિને લઈને પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં રસ્તા ઉપર ઉતર્યા હતા અને તેના વિરોધમાં રેલી કાઢી હતી, ત્યારે પોલીસ દ્વારા સરકારના આદેશ મુજબ આ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. એટલું જ નહીં તેમની સાથે ટીંગાટોળી પણ કરી હતી. જેને લઇ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ‘રૂપાણી રોબોટ અને આસીત વોરા હાય હાય’ ના નારા બોલાવ્યા હતા.
જોકે વિદ્યાર્થીઓની માગણીને કોંગ્રેસના પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલે સમર્થન આપ્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઉમેદવારોની સાથે અન્યાય થઇ રહ્યો છે, તેમજ ભરતી અને મેરીટ માં પણ ઉમેદવારોને સતત અન્યાય થઇ રહ્યો છે, ત્યારે સરકારે વિદ્યાર્થીઓની વાતને સાંભળવી જોઈએ અને વિદ્યાર્થીઓની માંગણી મુજબ એ દિશામાં યોગ્ય તપાસ કરાવીને યોગ્ય નિર્ણય જાહેર કરવો જોઈએ. પરંતુ સરકાર માત્ર અને માત્ર વિદ્યાર્થીઓની માંગણીને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. પહેલા સરકારે પાટીદારોને પછી ખેડૂતોને, દલિતોને અને આજે વિદ્યાર્થીઓને દબાવવાનો પ્રયત્ન કરી ને એ વાતની સાબિતી આપી દીધી છે કે ગુજરાતમાં માત્રને માત્ર લોકશાહી નહિ પરંતુ તાનાશાહી ની સરકાર ચાલે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x