“ગાંધી” નગર માં આંદોલન મંજુર નથી..!! બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે વિરોધ કરતા વિદ્યાર્થીઓની અટકાયત
ગાંધીનગર
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યા છે.ઉમેદવારોના આક્રોશને કારણે કર્મયોગી ભવનમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ગાંધીનગરમાં ક્લાસીસમાંથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી તેમજ દુકાનોને પણ બંધ કરાવી દીધી હતી. બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક પણ યોજાઇ રહી છે.
વિદ્યાર્થીઓની બસ ડેપોમાંથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકાર સામે પડ્યા છે. સરકાર દ્વારા વારંવાર રજૂઆત છતા કોઇ પગલા ભરવામાં ના આવતા વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોચ્યા હતા. ગાંધીનગર – બિન સચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરરિતીની મુદ્દો, ઉત્તર ગુજરાતના 15 જેટલા ઉમેદવારોની અટકાયત, ગાંધીનગર પોલીસે કરી અટકાયત, વિરોધ કરે તે પહેલાં જ કરાઈ અટકાયત, અટકાયત બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવાયા. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આજે 4 થી 5 હજાર જેટલા બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષાના ઉમેદવાર વિરોધ કરવા આવ્યા હતા અને પોલીસે આ ઉમેદવારોને ડિટેન કરવાનું ચાલુ કર્યું હતું.
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના આંદોલનને તોડી પાડવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પ્રદર્શનની પરમિશન હતી છતા સરકારે વિદ્યાર્થીઓના આંદોલનને તોડી પાડવા માટે પ્રિ-પ્લાન હેઠળ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. એક પોલીસકર્મીના જણાવ્યા અનુસાર, આંદોલનને તોડી પાડવા માટે ઉપરથી ઓર્ડર આપવામાં આવેલા છે. કેટલાક વિદ્યાર્થી વાંચવા માટે પહોચ્યા હતા છતા તેમની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં પરીક્ષામાં ગેરરીતિ મામલે પ્રદર્શન કરવા જઇ રહેલા 4થી5 હજાર વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરી હેડ ક્વાર્ટર લઇ જવામાં આવ્યા હતા.