ગાંધીનગરગુજરાત

સમગ્ર ગાંધીનગર જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી થઇ

ગાંધીનગર :શહેરમાં સેકટર 22માં આવેલા પંચદેવ મંદિર ખાતે સાંજે ડૉકટર અને યુવાનો દ્વારા મટકી ફોટ કાર્યક્રમ યોજાયો હતો.જલારામ મંદિર શ્રી કૃષ્ણ દર્શન અને આરતી દર્શન, સેકટર 3 ન્યુમાં યુવક મંડળ દ્વારા રાસ-ગરબા અને શ્રી કૃષ્ણજન્મોત્સ અને હિંડોળા દર્શનની સાથે રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમ અને મટકી ફોટ કાર્યક્રમ, સેકટર 3 ડીમાં દહીં-હાંડી અને મહાઆરતી, સેકટર 25 શ્રી વેદ ઇન્ટરનેશલ સ્કૂલમાં વ્યાખ્યાન અને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

સેકટર 6 બી સરસ્વતિ વિદ્યાલય બાળકો દ્વારા મટકી ફોટ તથા કૃષ્ણલીલાના ગીતો,સેકટર 2 સ્વામિનારાયણ મદંરિ હિંડોળા દર્શન અને મટકી ફોટ અને સેકટર 30 ઝુલેલાલ મંદિરેમાં ભજન અને કિર્તનનું ભક્તિમય વાતાવરણ જોવા મળ્યુ હતું. સે.1 ગાયત્રી મંદિરમાં પૂજન ડાન્સ ક્લાસીસ અને લાયોનેશ કલબ દ્વારા સરકારી શાળાના બાળકો દ્વારા નૃત્ય નાટિકા,વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા સે. 30ની ઝુપડપટ્ટીમાં આયોજન હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x