ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 5.15%ના સ્તરે યથાવત રાખ્યો
મધ્યસ્થ બેન્કે વર્ષ 2019-20 માટેના જીડીપીનો અંદાજ ઘટાડીને 5 ટકા કર્યો હતો.
મુંબઈ
ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે ધિરાણ દર 5.15 ટકાની સપાટીએ યથાવત જાળવી રાખ્યા છે. મધ્યસ્થ બેન્કે દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે અકોમોડેટિવ સ્ટાન્સ પણ જાળવી રાખ્યું હતું. મધ્યસ્થ બેન્કે વર્ષ 2019-20 માટેના જીડીપીનો અંદાજ ઘટાડીને 5 ટકા કર્યો હતો. ઓક્ટોબરની ગત પોલિસી બેઠકમાં 6.1 ટકા જીડીપીનો અંદાજ વ્યક્ત કરાયો હતો. સસ્તી લોનની આશા પર ભારતીય રિઝર્વ બેંકે પાણી ફેરવ્યું એટલે કે RBIએ રેપોરેટમાં કાપ મૂકવામાં આવશે નહીં. આરબીઆઇની મૌદ્રિક નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇએ લીધેલા નિર્ણય બાદ રેપો રેટ 5.15 ટકા રહેશે.
આરબીઆઇએ જીડીપી ગ્રોથ અનુસાર 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જીડીપી વૃદ્ધિ દર જુલાઇ- સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4.5 ટકા હતી, જે છ વર્ષનું સૌથી નીચુ સ્તર માનવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5 ટકા હતો. ત્યાં આરબીઆઇએ બીજી છ માસિક( ઓક્ટોબર-માર્ચ)માં રિટેલ મોંઘવારી દર અનુસાર વધારીને 4.7-5.1% કરવામાં આવ્યું છે. આ અગાઉ 3.5% થી 3.7%નું અનુમાન હતું. તદ્દ ઉપરાંત આરબીઆઇએ રિઝર્વ રેપો રેટને 4.90 ટકા અને બેંક રેટને 5.40 ટકા પર રાખવામાં આવ્યું છે.
મધ્યસ્થ બેન્કે દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા અકોમોડેટિવ સ્ટાન્સ પણ જાણવી રાખ્યું હતું અને ફુગાવો અંદાજ અનુસાર રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. મોનેટરી પોલિસી કમિટીના તમામ છ સભ્યોએ વ્યાજદર યથાવત જાળવી રાખવાનો મત દર્શાવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ઉતરાર્ધ માટે RBIએ CPI ફુગાવાનો અંદાજ સહેજ વધારીને 5.1-4.7 ટકા અને પ્રથમ છ મહિના માટે 3.8 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.
આરબીઆઇની મૌદ્રિક નીતિની બેઠક બાદ શેયર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બપોરે 11.30 વાગે સેન્સેક્સ 113.43 અંકોની તેજી સાથે 40,963.72 પર અને નિફ્ટી લગભગ આ સમયે 26.05 અંકોની તેજી સાથે 12,069.25 પર વેપાર કરી રહ્યાં છે. પરંતુ આરબીઆઇની જાહેરાત બાદ સેન્સેક્સ 40 અંક તૂટીને 40 હજાર 800 સ્તર નીચે આવી ગયું છે.