ન્યાય: પોલીસ એન્કાઉન્ટરમાં હૈદરાબાદ દુષ્કર્મ કૌભાંડના ચાર આરોપીઓ ઠાર
હૈદરાબાદ
હૈદરાબાદ ગેંગરેપ મામલે પોલીસે ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ -44 પર ગુનાના દ્રશ્યની રિસાયકલ કરવા માટે લેવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર નેશનલ હાઈવે 44 પાસે ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ આરોપીઓ પોલીસના સંકજામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ પર ગોળી બાર કરવામાં આવ્યો હતો.
હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. દેશભરમાં આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આરોપીઓને જલ્દી કડક સજા કરવાની માગ કરવામાં આવી રહી હતી. આ કારણે હૈદરાબાદ પોલીસે આરોપીઓની ત્વરિત ધોરણે શોધ શરૂ કરી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યાર બાદ હૈદરાબાદ પોલીસે કસ્ટડીની માંગ કરી હતી, આરોપીઓને 7 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને સીન રિક્રિએટ કરવા લઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય આરોપી માર્યા ગયા હતા.
ગતરોજ નેશનલ હાઇવે-44 નજીક ગુરુવારે મોડે રાત્રે ચારેય આરોપીઓને ક્રાઈમ સીન માટે લઈ ગયા હતા. પોલીસના સંકજામાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી આ આરોપીઓ પર એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં શનિવારે મોટી સંખ્યામાં લોકોએ તે પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કર્યા જ્યા મહિલા પશુ ચિકિત્સક સાથે બળાત્કાર અને હત્યાના આરોપીઓને બંધ કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આરોપીઓને કડક સજા કરાવવાની માંગ કરી જેથી મહિલા ડોક્ટરને ન્યાય અપાવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 27-28 નવેમ્બરના મોડી રાત્રે આ ચારેય આરોપીઓએ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરી હતી અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી. આ મામલે દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી હતી.