ગાંધીનગરગુજરાત

ગુજરાત: દેર આયે દુરુસ્ત આયે- દુષ્કર્મ કેસોની તપાસ કરશે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ

ગાંધીનગર
ગુજરાત સરકારે ગુરૂવારે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે, જે મહિલાઓ વિરૂદ્ધ જાતિય શોષણ અને દુષ્કર્મની ઘટનાની તપાસ કરશે અને રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સૂચનો આપશે.
આ અંગે રાજ્યના ગૃહવિભાગના અગ્રસચિવે જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણીએ ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ના બને તે માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ પગલુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સગીરા અને બાળકીઓ પર દુષ્કર્મની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવ્યા બાદ મહિલાઓ અને નાગરિકોના પ્રદર્શન બાદ ભરવામાં આવ્યું છે. દુષ્કર્મની ઘટનાઓ વડોદરા, સુરત અને રાજકોટમાંથી સામે આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 સભ્યોની સમિતિની રચના દુષ્કર્મના કેસોની તપાસ ઝડપી બનાવવા અને અપરાધીઓને સખ્ત સજા આપવા માટે કરવામાં આવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સમિતિ આવી ઘટનાઓ રોકવા માટે સૂચનો પણ આપશે.
આ સમિતિનું નેતૃત્વ ગૃહવિભાગના મુખ્ય સચિવ કરશે, જ્યારે ગૃહ અને કાયદા વિભાગના સચિવ, પોલીસ DGP, એડિશનલ DGP પણ સભ્ય રહેશે. સમિતિ દર 15 દિવસે બેઠક કરશે અને મહિલાઓ પર થતા અત્યાચારની સમીક્ષા કરશે. પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટને પણ આવા કેસોમાં જલ્દી સુનાવણીનો આગ્રહ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર પીડિતો માટે વિક્ટિમ કોમ્પેન્સેશન ફંડ ઉભુ કરીને તેમાંથી નાણાંકીય સહાય પણ આપશે. રાજ્ય સરકારે આ નિર્ણય હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ અને ઉન્નાવ દુષ્કર્મના બાદ સમગ્ર દેશમાં જોવા મળી રહેલા આક્રોશને જોતા લેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x