દુષ્કર્મ મામલે રાષ્ટ્રપતિ કોવિંદે શું કીધું..? જાણો….
નવી દિલ્હી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે રાજસ્થાનના સિરોહીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હાત. જ્યાં તેમણે મહિલા સુરક્ષા મામલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, દેશમાં મહિલાઓની સુરક્ષા ગંભીર મુદ્દો છે. પૉસ્કો એક્ટ અંતર્ગત દુષ્કર્મના તમામ ગુનેગારોને દયાની અરજી કરવાનો અધિકાર ના હોવો જોઈએ. સંસદે દયાની અરજીઓની સમીક્ષા કરવી જોઈએ.
રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હૈદરાબાદમાં વેટરનિટી ડૉક્ટર સાથે દુષ્મકર્મ આચરીને તેને જીવતા સળગાવનાર અપરાધીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. પોલીસ તમામ આરોપીઓને ક્રાઈમ સીન રીકન્સ્ટ્રક્શન કરવા લઈ ગઈ હતી. જ્યાં તેમણે પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો, જેના જવાબમાં પોલીસે તેમને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ એન્કાઉન્ટર બાદ પોલીસ અધિકારીઓની ચોમેર પ્રશંસા થઈ રહી છે. લોકો પોલીસની કાર્યવાહીની બિરદાવી રહ્યાં છે.
આ ઘટનાએ 16 ડિસેમ્બર, 2012માં થયેલા નિર્ભયા કાંડની યાદ અપાવી છે. નિર્ભયાના આરોપીઓને અદાલતે મોતની સજા સંભળાવી છે. આ દરમિયાન નિર્ભયાના 4 ગુનેગારોમાંથી એક આરોપી વિનય શર્માની દયાની અરજી રદ્દ કરવાની ભલામણ ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી છે. જણાવી દઈએ કે, અગાઉ દિલ્હી સરકારે પણ 23 વર્ષના વિનય શર્માની દયાની અરજી ફગાવવાની ભલામણ ગૃહમંત્રાલયને કરી ચૂકી છે. આ અરજીને ફગાવતા કહેવામાં આવ્યું છે કે, નિર્ભયા કેસના ખુંખાર અપરાધી વિનય શર્માની દયા અરજીને ફગાવવામાં આવે. આ કેસમાં દોષીઓએ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીની માંગ કરી છે.