પરીક્ષા માં ગેરરીતી મુદ્દે પરીક્ષાર્થીઓનું આંદોલન યથાવત, ધાનાણી-મેવાણી મેદાન માં
કોંગ્રેસ-મેવાણીએ આપ્યો ટેકો, ધાનાણીએ જાતે જ રસોઇ બનાવી જમાડ્યા
દરેક જિલ્લાના એક-એક પ્રતિનિધિ સાથે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પ્રતીક ઉપવાસ પર બેસશે.
ગાંધીનગર
બિન સચિવાલયની પરીક્ષામાં ન્યાય માટે પરીક્ષાર્થીઓ સતત ત્રીજા દિવસે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં છે. પરીક્ષાર્થીઓનો સાથ આપનાર નેતા યુવરાજ સિંહ જાડેજાએ સરકાર સાથે સમાધાન કરી લઇ SITની રચના કરાવી હતી.જોકે, મોડી રાત્રે કોંગ્રેસ પરીક્ષાર્થીઓની વહારે આવ્યુ હતું અને તેમને ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભૂખ્યા-તરસ્યા પરીક્ષાર્થીઓને જાતે જ રસોઇ બનાવી જમાડ્યા હતા અને પોતે પણ વિદ્યાર્થીઓની સાથે જ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. બીજી તરફ વહેલી સવારે જિગ્નેશ મેવાણી પણ બોટાદનો કાર્યક્રમ છોડીને પરીક્ષાર્થીઓને સમર્થન આપવા પહોચી ગયા હતા.
ઉમેદવારો અને સમર્થકોએ ભારે ઠંડીમાં પણ લડત ચાલુ રાખી હતી. ઉમેદવારો રસ્તા પર,બગીચા અને શૌચાલયમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. અમિત ચાવડા, પરેશ ધાનાણી, જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા સહિતના સમર્થકો ગાંધીનગરમાં છે.
દરેક જિલ્લાના એક-એક પ્રતિનિધિ સાથે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પ્રતીક ઉપવાસ પર બેસશે.અમિત ચાવડા, પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી,અમિત ચાવડા અને ઉમેદવારોની સહમતીથી થયો નિર્ણય. આંદોલનના ઉમેદવારો માટે અડધી રાત્રે જમવાનું બનાવવા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ધારાસભ્ય નિવાસ-સદસ્ય ભોજનાલય આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા જમવાનું ,પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંદોલનકારીઓ ભૂખ્યા તરસ્યા ન રહે તેની જવાબદારી કોંગ્રેસ નીભાવી હતી.