ગાંધીનગરગુજરાત

મહાદેવ દેસાઇ ગ્રામ સેવા સંકુલ દ્વારા હાલીસા ખાતે યોજાશે ગ્રામ સેવા શિબિર-૩

ગાંધીનગર

સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસામાં મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ દ્વારા ગુજરાત વિદ્યાપીઠનો સાદરા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામ સ્વરાજ શિબિર-3 શનિવાર ના રોજ યોજાશે. આ શિબિર ઉદ્ધઘાટન ગ્રામનગર ના લોકો માટે થવા જઈ રહ્યો છે. ગ્રામ સ્વરાજ શિબિર 3 લોકો માટે ઉપયોગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ અને ગ્રામ વિકાસના અધિકારીઓ આ કાર્યક્રમ માં હાજરી આપશે. માર્ગદર્શન અધ્યાપક ડો. અમરેન્દ્ર પાંડે,ડો. મોતીભાઈ દેવું, ડો વિક્રમસિંહ અમરાવત અને શિબિર સંચાલક ડો.રાજેન્દ્રભાઇ જોશી ગ્રામના લોકોને માર્ગદર્શન આપશે. જ્યારે આ શિબિર અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠમાંથી અધ્યાપકો પોતાના પ્રવચનો રજૂ કરી ગ્રામ ના લોકોને સાચી માહિતી આપશે.

ગ્રામ સ્વરાજ શિબિર 3 અંતર્ગત અધ્યાપકો દ્વારા માર્ગદર્શન આપી ગ્રામની સેવાને મજબૂત કરશે. જેમાં ગુજરાતના ગામડાઓમાં પશુપાલન, શ્રમ સફાઈ, પ્રભાત ફેરી, બૌદ્ધિક

 રમતો અને લોકસપર્ક કરી વક્તા સંચાલન દ્વારા માર્ગદર્શન અપાશે. આ માર્ગદર્શન માં ખેતી, ખાદી, ગ્રામઉદ્યોગને પણ આવરી લેવાશે. અને ગામડાનું આરોગ્ય,ખોરાક વિશે પણ જાહેર જનતા ને ધ્યાન દોરાશે.


ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x