પરીક્ષા રદ ન થાય તો વિધાનસભા કૂચનો કાર્યક્રમ યોજવાની પરેશ ધાનાણીની ચીમકી
ગાંધીનગર
ગુજરાત રાજ્યના પાટનગર ખાતે રાજ્યના સરકારી નોકરી ઈચ્છતા યુવાનો એક્શન મોડ માં આવી ગયા છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઇ વિદ્યાર્થીઓ સરકાર સામે મેદાન માં આવી ગયા છે. અમુક કડિયો નબળી પડતા વિદ્યાર્થીઓ ના નેતાએ પાતળી બદલી લીધી અને SIT ની રચના માટે તૈયાર થઇ ગયા પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા રદ ની માંગ ને વળગી રહ્યા છે અને તેમની વહારે કોંગ્રસનાં નેતાઓ આવી ગયા છે. હવે ખરા કરી ની જંગ છે. વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી એ આ મુદ્દે વિધાનસભા ઘેરાવ ની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગાંધીનગર ખાતે ર દિવસ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલ ગેરરીતિનાં વિરોધમાં અને પરીક્ષા રદ કરવાની માંગ સાથે રાજયભરનાં હજારો વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યુછે.આ દરમિયાનમાં ગઈકાલે આંદોલનનાં બે ભાગ પડી જતાં અને પરીક્ષાર્થીનાં આગેવાને સમાધાન માટે બેઠક કરી હતી.
પરંતુ મોટાભાગનાં પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન કરવા મકકમ હોય આગેવાની વગર આંદોલન યથાવત રહ્યું હતું. બાદમાં વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતનાં આગેવાનો પરીક્ષાર્થીની મદદે દોડી ગયા હતા અને વિપક્ષી નેતા આખી રાત પરીક્ષાર્થી વચ્ચે રહ્યા હતા અને પરીક્ષાર્થીઓને ખીચડી અને શાકનું ભોજન કરાવ્યું હતું અને પરીક્ષા રદ ન થાય તો સોમવારે વિધાનસભા કૂચનો કાર્યક્રમ યોજવાની ચીમકી પણ પરેશ ધાનાણીએ આપેલ છે.