ગાંધીનગરગુજરાતવેપાર

અમૂલ ડેરી દ્વારા દહીંની વિવિધ પ્રોડક્ટનાં ભાવોમાં કર્યો વધારો

ગાંધીનગર
દેશમાં દિવસે દિવસે તમામ ચીજ વસ્તુઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમૂલ ડેરી દ્વારા દહીંની વિવિધ પ્રોડક્ટનાં ભાવોમાં વધારો કરવમાં આવ્યો છે. જેમાં મસ્તી દહીં 400 ગ્રામ પાઉચમાં 2 રૂપિયા, કિલોમાં 5 રૂપિયા, જ્યારે પાંચ કિલોનાં પેકિંગમાં 25, લાઈટ દહીંની જૂદી-જૂદી વેરાઈટીઓમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાથી 8 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.
મોંઘવારીને કારણે આ ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે પહેલા લોકોને ડુંગળીએ રોવડાવ્યા હતા અને હવે તમામ ભોજનમાં સ્વાદ માટે ઉપયોગમાં લેવાતા અમુલ દહીમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો છે. રાજ્યના 36 લાખ પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ બ્રાન્ડે વૈશ્વિક સ્તરે દૂધ અને દૂધની બનાવટોનું મિલિયનર ડોલરોનું માર્કેટ સર કર્યું છે. ત્યારે અમૂલ ડેરીએ રાતોરાત અમૂલ બ્રાન્ડનાં દહીંની પ્રોડક્ટમાં 1 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધીનો ભાવવધારો કર્યો છે.
છેલ્લા કેટલાક સમયથી દૂધની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડેરી સંઘ દ્વારા અચાનક જ ભાવવધારો અમલી બનાવાતાં ગુજરાતી થાળીમાં કઢી, ઢોકળાં, લસ્સી, ખમણ, શ્રીખંડ, મઠ્ઠો સહિતનાં ખાદ્યપદાર્થોની બનાવટમાં વિશેષ ઉપયોગમાં લેવાતાં દહીંના ભાવોમાં વધારાને પગલે રસોડાની જવાબદારી સંભાળતી ગૃહિણીઓનાં ચહેરાં પર નૂર હણાયું છે. ડૂંગળી, શાકભાજી અને હવે દહીંનાં ભાવો પણ વધતાં મહિલાઓને પડતાં પર પાટું પડ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x