રાષ્ટ્રીય

ઝારખંડ: ત્રીજા તબક્કા માં ૬ વાગ્યા સુધી ૬૨% મતદાન

રાંચી
નક્સલવાદગ્રસ્ત ઝારખંડની 81 બેઠકો માટે આજે ત્રીજા તબક્કાની 17 બેઠકો માટે સવારના 7 વાગ્યાથી ભારે સુરક્ષા વચ્ચે 7,016 પોલીંગ બુથમાં મતદાન યોજાયું હતું. જેમા 3680 બુથ સુરક્ષાની રીતે અતિ સંવેદનશીલ જાહેર કરાયા હતા અને ત્યાં ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો. 3 વાગ્યા સુધી 57 ટકા મતદાન નોંધાયું હતું. 17 બેઠકો માટે કુલ 56. 18 લાખ મતદારો નોંધાયેલા હતા. 17 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના મળીને કુલ 309 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા. રાંચીમાં ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ મતદાન કર્યું હતું. 1 વાગ્યા સુધી 45 ટકા મતદાન હતું. જે 3 વાગ્યા સુધીમમાં વધીને 57 ટકાએ પહોંચ્યું હતું. ખરેખર મતદાનના આંકડો વધીને 60 પર પહોંચી શકે છે. સ્ટીલ માટેના શહેર બોકારોમાં મતદાન માટે લાંબી લાઇનો જોવા મળી હતી. સવારે મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દ્વારા રાજ્ય અને રાજ્યના રાજકારણની દિશા નિર્ધારિત કરશે એમ પણ રાજકિય સૂત્રોનું માનવું હતું. ભાજપ માટે ત્રીજા તબક્કાનું મતદાન ઝારખંડમાં તેના રાજકિય અસ્તિત્વ માટે એક પડકારરૂપ બનશે.એજેએસયુના વડા સુદેશ મહતો અને જેવીએમ વડા બાબુલાલ મરાંડીની પ્રતિષ્ઠા પણ દાવ પર છે.
ઝારખંડના ત્રીજા તબક્કાની 17 વિધાનસભા બેઠકો પર આજે જ્યાં ચૂંટણી યોજાઇ જેમાં કોડરમા, બરકટ્થા, બારી, બરકાગાંવ, રામગgarh, માંડુ, હજારીબાગ, સિમરિયા, રાજધનવર, ગોમિયા, બર્મો, ઇચ્છાગઢ, સિલ્લી, ખીઝરી, રાંચી, હટિયા અને કાંઠે બેઠકોનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x