લક્ષચંડી મહાયજ્ઞ: જનરલ ડાયર અમિત શાહ જો યજ્ઞને અપવિત્ર કરવા આવશે તો તેનો સામનો કરાશે
ગાંધીનગર
લક્ષચંડી મહાયજ્ઞમાં અમિત શાહના ધજાગરા ઊડી રહ્યાં છે. તેમનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓને લેખિત આપવામાં આવ્યું છે કે, જનરલ ડાયર અમિત શાહ જો યજ્ઞને અપવિત્ર કરવા આવશે તો તેનો સામનો કરાશે. ગોધરા કાંડની કારણે સત્તા ભોગવી રહેલા ભાજપના કારણે 144 પાટીદાર લોકો જેલમાં છે. આજીવન કેદ ભોગવી રહ્યાં છે. અસંખ્ય પાટીદારો પર ખોટા ગુના દાખલ કરેલા છે. જેના મુખ્ય સૂત્રધાર જનરલ ડાયર અમિત શાહ છે. જેને લક્ષ ચંડી યજ્ઞમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે તે રદ કરી દેવામાં આવે અને અમિત શાહને બોલાવવામાં ન આવે. જો બોલાવવામાં આવશે તો પાટીદાર સમાજ જે સહન નહીં કરે. અમિત શાહનું આમંત્રણ 24 કલાકમાં રદ નહીં કરાય તો ઉપવાસ પર બેસવાની ચેતવણી ઊંઝા મંદિરના ફૂટેલા ટ્રસ્ટીઓને આપવામાં આવે છે. જો કૌશિક વિઠ્ઠલ પટેલ અને ધનજી પાટીદાર યજ્ઞ શાળાની આગળ અમિત શાહ જનરલ ડાયર ગો બેક – પાછા જાઓના નારા લગાવવામાં આવશે. ઉપવાસ પર બેસવામાં આવેશે.
આ માટે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને ભાજપના નેતા સી કે પટેલ ઊંઝા મંદિરનો કબજો લઈ લીધો હોવાથી વિરોધ વધું મજબૂત થઈ રહ્યો છે. ધનજી પાટીદારે જણાવ્યું હતું કે, ઉમિયાના નામના અને પાટીદાર સમાજના મુઠ્ઠીભર નેતાઓ અને અમુક સંસ્થાના ટ્રસ્ટીઓ ભેગા થઈને ધજાગરા ઉડાવી રહ્યા છે. 2002ના ગોધરા તપાસ પંચનો અહેવાલ આવી ગયો પણ અમારા 144 પાટીદાર ભાઈઓ ગોધરા તોફાનોના કારણે જેલમાં આજીવન કારાવાસ ભોગલી રહ્યાં છે. તોફાનો કરાવનારા સત્તા પર બેસીને હવે યજ્ઞમાં આવી રહ્યાં છે તે અમે ચલાવી લઈશું નહીં.
25થી 27 ઓગસ્ટ 2015માં પાટીદાર સમાજ ઉપર અમિત શાહ દ્વારા કહેર વરસાવામાં આવ્યો હતો. પાટીદાર સમાજના 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારીને મારાવી નાખવામાં આવ્યા હતા પાટીદાર સમાજના લોકોને ઘર માંથી બહાર કાઢીને રોડ ઉપર જાહેર રસ્તામાં ઢોર માર મારવામાં આવ્યા હતા પાટીદાર સમાજની માંગ હતી કે અનામત આપો. ગોળીએ મારનારા એકપણ આરોપીને હજી સુધી સજા આપવામાં આવી નથી શહીદોના પરિવાર જનોને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી પણ આપવામાં આવી નથી.
સુરત તક્ષશિલા અને હિંમતનગરના ગઢોડા ગામથી માઁ ઉમા-ખોડલનો રથ આવતો હતો ત્યારે જપ્ત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પદયાત્રિકો ઉપર લાઠીઓ વરસામાં આવી હતી. ઊંઝા પાટીદાર સમાજ બીજેપીનો ઢોલ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. બીજેપી વાળાની ઈચ્છા મુજબ પાટીદાર સમાજ નામના ઢોલની બજાવે છે. ક્યાં સુધી તમે લોકો આ અમિત શાહ જેવા તડીપારની ગુલામી કરશો. એવું ધનજી પાટીદારે જણાવ્યું હતું.