લક્ષચંડી યજ્ઞમાં અમિત શાહ આપશે હાજરી..?
ગાંધીનગર
સુત્રો તરફ થી મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે અને તેઓ ઊંઝામાં આયોજિત લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝામાં આયોજિત કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના લક્ષચંડી યજ્ઞમાં અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું તેનો ઘણા પાટીદારો અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) વિરોધ કરી રહ્યા છે અને તેમણે ચીમકી પણ આપી છે કે, જો અમિત શાહ ઊંઝા આવશે તો તેમનો હુરિયો બોલાવવામાં આવશે.
સુત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, આ ઉપરાંત આ બે દિવસની મુલાકાતમાં અમિત શાહ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોના નામોની યાદીને ફાઈનલ પણ કરવાના છે. શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગી કરવાની પ્રક્રિયા ઉત્તરાયણ પછી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.