ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

NRC-CCA: આસામ થી શરુ થયેલા વિરોધ ની અસર ગુજરાત માં પણ, લોકો સડકો પર આવ્યા

ગાંધીનગર
મોદી સરકાર ઐતિહાસિક નિર્ણય NRC અને CAA નાગરિકતા સંશોધન કાનુન પસાર થયા બાદ આખા ભારત માં તેનો વિરોધ થઇ રહ્યો છે. સૌથી વધારે વિરોધ પૂર્વોત્તરના રાજ્યોમાં જોવા મળ્યો છે. આસામ થી શરુ થયેલા આ વિરોધે હવે મોટું રૂપ લઇ લીધું છે ને હવે આ આગ ગુજરાત માં પણ જોવા મળી છે. લોકોનો વિરોધ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી બાદ ગુજરાતમાં પણ સામે આવ્યો છે. આજે ગુજરાત બંધના એલાનના પગલે અમદાવાદના મુખ્ય માર્કેટ અને વિસ્તારોમાં બંધ જોવા મળ્યું જ્યારે લઘુમતી બહુમૂલ્ય ધરાવતા વિધાનસભા મતવિસ્તાર વડગામમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ટીમના લોકો સહિત આશરે 5 હજાર લોકો કેન્દ્ર સરકારના બંને બિલના વિરોધમાં બહાર આવ્યા જેમાં પોલીસે અમુક લોકોની અટકાયત કરી છે.
કેન્દ્ર સરકારના નિર્ણયો જેવા કે નોટબંધી, GST, સરકારી સંપતિનું ખાનગીકરણ જેવા મુદ્દે લોકો રોષ આસમાને પહોંચ્યો છે.એ રીતે હવે NRC-CAA મુદ્દે સમગ્ર દેશમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં શરૂઆતમાં પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસક પ્રદર્શનો પણ સામે આવ્યા અને ત્યારબાદ સરકારે મીડિયાને એ નહિ બતાવવાની એડવાઈઝરી જાહેર કરી રોષની ચર્ચા ઓછી કરી. પરંતુ ત્યારબાદ પણ આ રોષ દિલ્લીની જામિયા મિલીયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી ચાલુ થઈ સમગ્ર દેશના અલગ અલગ જગ્યાએ સિવિલ સોસાયટીમાં પણ જોવા મળ્યો અને વિદેશી અખબારોએ પણ સરકારની આ નીતિનું ખંડન કરતાં સમાચાર પણ પ્રકાશિત કર્યા.
આજે વડગામ તાલુકામાં ધારાસસભ્ય જિગ્નેશ મેવાણીની ટીમના માણસો અને ત્યાંના સ્થાનીક લોકો સહિત આશરે 5 હજાર લોકો રોડ ઉપર વિરોધ કરવા આવી ગયા હતા અને CAA અને NRCના વિરોધમાં વડગામમાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત એક્સક્લૂઝિવ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે સરકાર CAA અને NRC કેવા બિલની આડમાં પોતાની નિષ્ફળતાઓ છુપાવી અમુક ચોક્કસ સમુદાયને નિશાન કરી દેશને પતન તરફ લઈ જઇ રહી છે, સરકારના આવા મનસ્વી નિર્ણયોથી આજે દેશના લોકો પરેશાન છે એટ્લે દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જ્યારે સંવિધાન ખતરામાં હોય ત્યારે આ સરકારના આવા નિર્ણયોનો વિરોધ કરવો જ પડે, અમે કોઈ પણ ભોગે આ દેશના ઊભા ચીરા નહિ થવા દઈએ. અમે સંવિધાન અને એકતામાં માનીએ છીએ એ માટે અમે આ સંઘર્ષ કરી રહ્યા છીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x