હેલ્મેટનો કાયદો કાઢી નથી નાંખ્યો, પરંતુ હાલ પુરતો સ્થગિત કર્યો છે: સીએમ રૂપાણી
ગાંધીનગર
આજે મુખ્યમંત્રી રૂપાણીએ હેલ્મેટના કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે જેનાથી રાજ્યમાં પુન: આ કાયદો લાગૂ થવાની અટકળો તેજ થઈ છે. મુખ્યમંત્રી રૂપાણી જણાવ્યું કે, રાજ્ય સરકારે હેલ્મેટનો કાયદો કાઢી નથી નાંખ્યો, પરંતુ હાલ પુરતો સ્થગિત કર્યો છે.
કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને આ રોષ જોતા સરકારે તેમાં નાની-મોટી છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પણ 5મી ડિસેમ્બરના રોજ શહેરી વિસ્તારમાં ટૂ વ્હીલર ચાલકો માટે હેલ્મેટમાં છૂટ આપી હતી. ગુજરાત સરકારના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટ અને રોડ સેફ્ટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ સવાલ ઉઠાવ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણીએ હેલ્મેટના કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે જેનાથી રાજ્યમાં પુન: આ કાયદો લાગૂ થવાની અટકળો તેજ થઈ છે. મુખ્યમંત્રી રૂપાણી જણાવ્યું કે, રાજ્ય સરકારે હેલ્મેટનો કાયદો કાઢી નથી નાંખ્યો, પરંતુ હાલ પુરતો સ્થગિત કર્યો છે. રાજ્ય સરકારે વાહન ચાલકોની તકલીફને ધ્યાનમાં રાખીને હાલ પુરતો હેલ્મેટનો કાયદો સ્થગિત કર્યો છે.
ફરજીયાત હેલ્મેટના કાયદાના કારણે લોકોમાં વિરોધનો વંટોળ શરુ થયો હતો. જેને પગલે કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, મહાનગરપાલિકા તથા નગરપાલિકાની હદ હેઠળ આવતા વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં છૂટછાટ આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય કે રાજ્યના ધોરીમાર્ગો તથા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હેલ્મેટ પહેરવું ફરજિયાત રાખવામાં આવ્યું હતું.