ગુજરાતરાષ્ટ્રીય

તમે અથવા તમારા માતા-પિતા 1, જુલાઈ 1987 પહેલાં જન્મ્યા હોય તો ભારતીય નાગરિક

નવી દિલ્હી
નાગરિકતા (સુધારા) કાયદા (સીએએ) અને સૂચિત એનઆરસી અંગે સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને તેના અંગે લોકોમાં ભારે ગેરસમજ ફેલાયેલી છે. વધુમાં અનેક લોકો ખાસ કરીને મુસ્લિમોમાં ડર ફેલાયેલો છે કે આ બંને કાયદાના અમલથી ભાજપ દેશભરમાંથી મુસ્લિમોને હાંકી કાઢશે. જોકે, આ વાતાવરણ વચ્ચે સરકારના એક ટોચના અિધકારીએ શુક્રવારે આ બંને કાયદા મુજબ ભારતીય કોણ છે તેની વ્યાખ્યા રજૂ કરી છે અને દાવો કર્યો છે કે કાયદા મુજબ ભારતના વાસ્તવિક નાગરીકોએ ડરવાની કોઈ જરૂર નથી.
કેન્દ્ર સરકારના એક ટોચના અિધકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિનો જન્મ એક જુલાઈ, 1987 પહેલાં થયો હોય આૃથવા જેમના માતા-પિતાનો જન્મ તે તારીખ પહેલા થયો હોય, તે લોકો કાયદા મુજબ ભારતના વાસ્તવિક નાગરિક છે અને તેમને નાગરિકતા સુધારા કાયદા અથવા સંભવિત એનઆરસીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નાગરિકતા કાયદામાં 2004માં કરાયેલા સુધારા મુજબ આસામ સિવાય બાકીના દેશના એવા નાગરિકોને પણ ભારતીય નાગરિક માનવામાં આવશે, જેમના માતા આૃથવા પિતા ભારતીય છે અને ગેરકાયદે પ્રવાસી નથી.
તે લોકો કાયદા મુજબ ભારતના વાસ્તવિક નાગરિક છે અને તેમને નાગરિકતા સુધારા કાયદા અથવા સંભવિત એનઆરસીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નાગરિકતા કાયદામાં 2004માં કરાયેલા સુધારા મુજબ આસામ સિવાય બાકીના દેશના એવા નાગરિકોને પણ ભારતીય નાગરિક માનવામાં આવશે. જેમના માતા અથવા પિતા ભારતીય છે અને ગેરકાયદે પ્રવાસી નથી. નાગરિકતા સુધારા કાયદા 2019 અંગે દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો તથા સોશિયલ મીડિયા પર કાયદા અંગે અલગ અલગ વિચારોને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી આ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.
અિધકારીએ કહ્યું કે 1લી જુલાઈ, 1987 પહેલાં ભારતમાં જન્મેલા લોકો આૃથવા જેમના માતા-પિતા એ વર્ષ પહેલાં દેશમાં જન્મ્યા હોય, તેમને કાયદા મુજબ નૈસર્ગિક રીતે ભારતીય માનવામાં આવશે. આસામની બાબતમાં ભારતીય નાગરિક તરીકે ઓળખની કટ ઓફ મર્યાદા વર્ષ 1971 રખાઈ છે. સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવાની સંભાવના અંગેના સવાલ પર અધિકારીએ કહ્યું કે આ અંગે હાલ કંઈપણ કહેવું ઉતાવળ હશે, કારણ કે હજી તે અંગે વિચારણા થઈ નથી. અિધકારીએ કહ્યું, અમે લોકોને એ પણ અપીલ કરીએ છીએ કે નાગરિકતા સુધારા કાયદાની સરખામણી આસામમાં એનઆરસી સાથે કરી શકાય નહીં, કારણ કે આસામ માટે કટ-ઓફ મર્યાદા અલગ છે.
2004ના સુધારા મુજબ ભારતીય નાગરિકની વ્યાખ્યા
નાગરિકતા કાયદામાં 2004માં કરાયેલા સુધારા મુજબ જેમનો જન્મ ભારતમાં 26 જાન્યુઆરી, 1950 આૃથવા ત્યાર પછી પરંતુ એક જુલાઈ, 1987 પહેલાં થયો હોય, જેમનો જન્મ ભારતમાં એક જુલાઈ 1987 અથવા ત્યાર પછી પરંતુ 3 ડિસેમ્બર, 2004 પહેલાં થયો હોય અને જન્મ સમયે તેમના માતા અથવા પિતા ભારતના નાગરિક હોય, તે ભારતના વાસ્તવિક નાગરિક છે. 10 ડિસેમ્બર 1992ના આૃથવા ત્યાર પછી, પરંતુ ત્રણ ડિસેમ્બર, 2004 પહેલા ભારત બહાર જન્મેલા લોકો, જેમના માતા અથવા પિતા તેમના જન્મ સમયે ભારતના નાગરિક હતા તે પણ ભારતના નાગરિક છે. કોઈનો જન્મ ત્રણ ડિસેમ્બર, 2004ના રોજ અથવા ત્યાર પછી થયો હોય અને માતા-પિતા બંને ભારતના નાગરિક હોય અથવા તેમાંથી કોઈ એક ભારતના નાગરિક હોય તથા બીજું તેમના જન્મ સમયે ગેરકાયદે પ્રવાસી ન હોય તો પણ તે ભારતીય નાગરિક છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x