વડોદરામાં 5 જિલ્લાના ખેડૂતોને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી
રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
વડોદરા
તાજેતરના કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોના પાકને થયેલ નુકશાન પેટે સહાય માટે રૂપાણી સરકારેરૂ. ૩ હજાર ૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરેલું છે. આજે આ પેકેજ અંતર્ગત વડોદરામાં પાંચ જિલ્લાના ખેડૂતોને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી છે. ભાજપ આજે સ્વર્ગવાસી પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીના જન્મદિને સુશાસન દિવસ તરીકે પણ ઉજવી રહ્યુ છે. જેથી મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વડોદરા ખાતે ઉપસ્થિત રહીને વડોદરા પ્રદેશના જિલ્લાઓ વડોદરા, આણંદ નર્મદા, ભરુચ, છોટાઉદેપુરના ધરતીપુત્રોને સહાય વિતરણ કરી હતી.
ગુજરાત રાજ્યના 56.36 લાખ ખેડૂતોને સહાય મળવાની છે. જેમા એક ઈચથી વધુ વરસાદ વાળા તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 6 હજાર 800 રૂપિયાની સહાય આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારની જાહેરાત બાદ વડોદરામાં 82 હજાર 552 લાભાર્થીઓએ નોંધણી કરાવી છે.
રાજ્યના મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ દ્વારા નાગરિકતા બિલ અંગે અફવા ફેવલાવવામાં આવી રહી છે. દેશમાં મોદી સરકારે વિકાસન કામો કર્યા છે. ભાજપ સરકારે દેશમાં નાગરિકતા સંશોધન બિલ લાગુ કરી અનેક લોકોને ભારતની નાગરિકતા આપી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ કાર્યક્રમમાં વડોદરાના ચિખોદરા ગામે બનાવેલ એસટીપી પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યુ હતુ દેશ અને રાજ્યમાં પ્રથમ વખત ચિખોદરામાં એસટીપી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
તો વળી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લામાં તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ રાજ્યના ૮ કલસ્ટરમાં યોજાનારા આ પેકેજ સહાય વિતરણમાં ખેડૂતોને સહાય આપવા ઉપસ્થિત રહેશે.આવા સહાય વિતરણ કાર્યક્રમો વડોદરા અને મહેસાણા ઉપરાંત રાજકોટ, અમદાવાદ, દાહોદ, ભાવનગર, સુરત અને કચ્છ કલસ્ટરમાં યોજાઈ રહ્યા છે.