ઈરાન અને અમેરિકા વચ્ચે વધેલા તણાવ વચ્ચે વોર પાવરને મંજૂરી
વોશિંગટન
અમેરિકન કોંગ્રેસના નીચેના ગૃહમાં ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો વોર પાવર્સ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 194 મત પડ્યા. જ્યારે હવે આ પ્રસ્તાવને સીનેટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં ટ્રમ્પની અગ્નિપરીક્ષા થવાની છે.
ઈરાનના સૌથી તાકાતવર કમાન્ડર જનર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. સુલેમાનીના મોત બાદ ઈરાને અમેરિકાના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. જે બાદ બન્ને દેશ આમને-સામને આવી ગયા છે.
પ્લેનેટ લેબ ઈંકની તરફથી આ એરબેસની બે સેટેલાઈટ તસ્વીરો શેર કરવામાં આવી છે જેમાં ઈરાની મિસાઈલના હુમલાની અસર જોવા મળી છે. આ પહેલા 25 ડિસેમ્બરે પણ આ એરબેસની અમુક તસ્વીરો સામે આવી હતી. જેમાં દરેક બિલ્ડિંગ સારી દેખાઈ રહી છે પરંતુ 8 જાન્યુઆરીએ જે તાજી તસ્વીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે નુકશાન ખૂબ ભારે થયું છે.