ગાંધીનગરગુજરાત

ગુજરાત: કોંગ્રેસ MLAએ લોહીથી BOYCOTT NRC/CAA-NPR લખી વિરોધ નોધાવ્યો

ગાંધીનગર
CAA મામલે ગુજરાત વિધાનસભાનું એક દિવસ માટેનું વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસ આ કાયદાનો સતત વિરોધ કરીને તેને બંધારણ વિરોધી જણાવી રહી છે. વિધાનસભા વિશેષ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાળાએ આ કાયદાનો વિરોધ કરવા માટે પોતાના લોહીથી લખેલુ એક પોસ્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે શાહપુરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ હાજર રહ્યા હતા. એવું મનાય છે કે, જ્યારે પણ સરકાર આ કાયદાના સમર્થનમાં પ્રસ્તાવ લાવશે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો તેનો ઉગ્ર વિરોધ કરશે.
જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાની સાથે જ જ્યારે રાજ્યપાલ ધારાસભ્યોને સંબિધિત કરી રહ્યાં હતા, ત્યારે પણ કોંગ્રેસે ઉગ્ર વિરોધ કરીને હોબાળો કર્યો હતો. જેને પગલે રાજ્યપાલે પોતાના 2 કલાક લાંબા સંબોધનને 9 મિનિટમાં પતાવીને રવાના થઈ ગયા હતા.
આ અંગે પોતાના લોહીથી BOYCOTT-NRC-CAA-NPR લખનાર ઈમરાન ખેડાવાળાએ આ કાયદાના વિરોધમાં જણાવ્યું કે, કાયદો બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ અને એક વિશેષ ધર્મના લોકોને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ માટે કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરશે. ગુજરાત સરકાર આ કાયદાના સમર્થનમાં વિધાનસભા સત્ર દરમિયાન જ્યારે પણ પ્રસ્તાવ લાવશેસ ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેનો વિરોધ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x